Sushmita Sen suffered heart attack,
Getty Images)

સુષ્મિતા સેન હોટસ્ટારની વેબસિરીઝ ‘આર્યા’માં દમદાર અભિનય આપ્યા પછી ફરીથી સુષ્મિતા સેન હવે એક નવી વેબ સીરિઝમાં દેખાશે. હવે આવનારી વેબ સીરિઝ માટેનો તેનો પહેલો લૂક તાજેતરમાં જાહેર કર્યો છે. સુષ્મિતા સેનનો આ લૂક જોઈને સ્પષ્ટ જણાય છે કે તે ટ્રાન્સજેન્ડરનો રોલ કરશે. આવું પ્રથમવાર બનશે કે, કોઇ મિસ યુનિવર્સ ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવશે.

કહેવાય છે કે, સુષ્મિતા સેન તેની નવી વેબસિરીઝમાં જાણીતી ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનો રોલ કરશે. આ વેબસિરીઝ દ્વારા એક્ટિવિસ્ટ ગૌરી સાવંતના જીવનને દુનિયાની સામે લાવશે. ગૌરી સાવંતે ફક્ત ટ્રાન્સજેન્ડરના સમુદાયની સામે અવાજ ઉઠાવ્યો પણ સમાજમાં તેમને ઈજ્જત અને સન્માન મળે તે માટે ઘણું કામ કર્યું. સૂત્રો કહે છે કે, વેબસિરીઝમાં ગૌરી અને તેમની દત્તક લીધેલી બાળકીના સંબંધો પણ દર્શાવાશે.

જયારે સુષ્મિતા સેનને આ વેબ સિરીઝની ઓફર મળી ત્યારે તેને આ ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતનું પાત્ર ખૂબ જ પસંદ આવ્યું હતું. તેણે વર્ષ 2000થી સલામત સેક્સ માટે જાગૃત્તિ ફેલાવી હતી અને ટ્રાન્સજેન્ડર સમાજની સમસ્યાઓ સામે લડવા માટે ઝુંબેશ શરૂ કરી હતી. આ વેબ સિરીઝનું શૂટિંગ નવેમ્બર મહિનામાં શરુ થાય તેવી ચર્ચા છે. સુષ્મિતા સેન આ વેબ સિરીઝ પૂરી કર્યા પછી જ તેની હિટ વેબ સિરીઝ ‘આર્યા 3’ પર કામ શરૂ કરશે.

LEAVE A REPLY

one × 4 =