Increase in support price of six Rabi crops including wheat, gram by up to Rs.500
પ્રતિકાાત્મક તસવીર (istockphoto.com)

યુદ્ધ, વરસાદ અને આર્થિક મુશ્કેલીઓથી ચાલુ વર્ષે યુક્રેનના ઘઉંના વાવેતરમાં આશરે 40 ટકાનો ઘટાડો થયો છે. વિશ્વના અગ્રણી ઘઉં ઉત્પાદક અને નિકાસકાર દેશોમાં યુક્રેનનો સમાવેશ થાય છે, તેથી ઘઉંના વૈશ્વિક સપ્લાયને વધુ નેગેટિવ અસર થવાની ધારણા છે.

વિશ્લેષકોએ જણાવ્યું હતું કે યુક્રેનમાં આ વર્ષે લગભગ 19 મિલિયન ટન ઘઉંના પાકનો અંદાજ છે, જે અગાઉની સિઝનના 33 મિલિયન ટનના રેકોર્ડથી 40% કરતાં ઓછો છે અને 2023 માં ઉત્પાદનમાં વધુ તીવ્ર ઘટાડો થવાની ધારણા છે.

યુક્રેનના ઘઉં ઇજિપ્ત, ટયૂનિશિયા, મોરકકો, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ખરીદે છે. જો કે યુક્રેનમાં યુધ્ધના પગલે આર્થિક અને રાજકીય અસ્થિરતા હોવાથી ઘઉનો પાક પૂરતા પ્રમાણમાં ના ઉતરે તેવી શકયતા છે.
તેનાથી યુક્રેનના સ્થાને વૈશ્વિક બજારના ખરીદારોએ વૈકલ્પિક નિકાસકારો પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ છે. કેટલાક દેશો યુક્રેનથી સીધી ખરીદી શકતા નથી તે પણ પોતાનો પુરવઠો વિશ્વના બજારમાં સુરક્ષિત કરવા પ્રયાસ કરશે. તુર્કી વર્ષોથી યુક્રેન પાસેથી ઘઉંની ખરીદી કરીને તેનો તૈયાર લોટ આફ્રીકાના દેશોમાં મોકલે છે. આડકતરી રીતે દુનિયાના ઘણા દેશો યુક્રેનના અનાજ પર નિર્ભર છે.

યુક્રેનમાં ખેત પેદાશોના ઉત્પાદન અને ઉત્પાદકતા પર વિપરીત અસર થઇ રહી છે. યુક્રેનના ખેડૂતો યુધ્ધના પગલે નાણાભીડ અને ખાતરની તંગી અને ખેત ઓજારોના પાર્ટસની તંગી અનુભવી રહયા છે. વૈશ્વિક ખાધ સુરક્ષાને મજબૂત બનાવવા માટે જી ૨૦ દેશોએ બનાવેલા એગ્રી કલ્ચરલ માર્કેટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એએમઆઇએસ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે યુક્રેનમાં અનાજના ઉત્પાદનની વધુ એક અછત અનાજના વૈશ્વિક ભંડાર પર અસર કરશે.

LEAVE A REPLY

13 − nine =