Patient safety is not guaranteed during ambulance workers' strike
પ્રતિક તસવીર (Photo by Leon Neal/Getty Images)

બુધવારે શરૂ થનારી એમ્બ્યુલન્સ કર્મચારીઓની હડતાલ દરમિયાન હોસ્પિટલના વડાઓ “દર્દીની સલામતીની ખાતરી આપી શકતા નથી” એમ NHS કન્ફેડરેશને વડા પ્રધાનને લખેલા પત્રમાં કહ્યું હતું.

પેરામેડિક્સ અને કોલ હેન્ડલર્સ સહિત હજારો એમ્બ્યુલન્સ કામદારો પગારને લઈને ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હડતાળ પર ઉતરનાર હોવાથી આર્મી, નેવી અને આરએએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવશે. જેના લગભગ 750 કર્મચારીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

હેલ્થ સેક્રેટરી વિલ ક્વિન્સે લોકોને એક બીજાનો સંપર્ક કરવો પડે તેવી રમતો અને અન્ય “જોખમી પ્રવૃત્તિઓ” ટાળવા વિનંતી કરી છે.

ઋષિ સુનાકે ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ હડતાળ કરનારા કામદારો સામે પીછેહઠ કરશે નહીં. ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું છે કે વડા પ્રધાન ઋષિ સુનકે NHS હડતાલ વિશે કોબ્રા મીટિંગ કરી નથી કે યુનિયનોને મળ્યા નથી. સરકારનો અભિગમ ઇન્ડિપેન્ડન્ટ પે રિવ્યુ બોડીઝની ભલામણોને સ્વીકારવાનો છે.”

LEAVE A REPLY