Sania Mirza will retire after the Dubai tournament
(Photo by Adam Nurkiewicz/Getty Images)

પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિક સાથેના તલાકની અટકળો – અનુમાનો વચ્ચે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પ્રોફેસનલ ટેનિસ ખેલાડી તરીકે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. સાનિયાએ આ નિર્ણય તેની ઈજાને લઈને કર્યો છે. આ મહિને ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાંડ સ્લેમ પછી ફેબ્રુઆરીમાં દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપમાં તે છેલ્લી વખત રમશે. 

દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપની શરુઆત આગામી મહિનાની 19મી તારીખે થશે અને તે ડબલ્યુટીએ 1000 ઈવેન્ટ છે. સાનિયા મિર્ઝાના ફેન્સ આ ટૂર્નામેન્ટમાં તેને છેલ્લી વખત રમતા જોઈ શકશે. 

36 વર્ષની સાનિયા મિર્ઝા ડબલ્સમાં વર્લ્ડ નંબર વન પર પણ રહી ચૂકી છે. તેણે ગયા વર્ષે જ જાહેર કરી દીધુ હતું કે તે 2022ના અંતમાં સંન્યાસ લઈ લેશે, પણ ઈજાના કારણે તે વર્ષની છેલ્લી ગ્રાંડ સ્લેમ – યુએસ ઓપનમાં રમી શકી નહોતી. આ કારણે તેણે થોડો વધુ સમય રમવાનો નિર્ણય લીધો હતો. 

સાનિયાએ જણાવ્યુ હતું કે મે ગયા વર્ષે જ ડબ્લ્યુટીએ ફાઈનલ બાદ જ સંન્યાસનો પ્લાન બનાવી લીધો હતો પણ જમણી કોણીની ઈજાના કારણે યુએસ ઓપન અને બાકીની ટૂર્નામેન્ટમાં રમી શકી નહોતી. હું મારા શર્તોએ પર જીવવાનું પસંદ કરૂં છું. આ જ કારણે ઈજાના પછી નિવૃત્ત થવા માંગતી નહોતી અને હજુ પણ ટ્રેનિંગ લઈ રહી છું. 

સાનિયા અર્જુન એવોર્ડપદ્મશ્રીરાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને પદ્મભૂષણ એવોર્ડના સન્માન પ્રાપ્ત કરી ચૂકી છે. તે 6 મેજર ચેમ્પિયનશિપમાં – ઓસ્ટ્રેલિયન ઓપન 2016, વિમ્બલડન 2015 અને યુએસ ઓપન 2015ના મહિલા ડબલ્સ ટાઈટલ ઉપરાંત મિક્સ્ડ ડબલ્સમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ, ઓસ્ટ્રેલિયન ઓપન 2009, ફ્રેંચ ઓપન 2012, અને યુએસ ઓપન 2014ના ટાઈટલ હાંસલ કરી ચૂકી છે.

LEAVE A REPLY

four × two =