Spouses of H-1B visa holders may work in the US

અમેરિકા માટેના H1B વિઝા ફાઇલ કરવાની ૨૦૨૩-૨૪ની સીઝન પહેલી માર્ચથી શરૂ થશે. અમેરિકન ઇમિગ્રેશન એજન્સી સ્કિલ્ડ વિદેશી કામદારો માટે વર્ક વિઝા સ્વીકારવાનું શરૂ કરશે.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ જણાવ્યું હતું કે, પહેલી ઓક્ટોબર, ૨૦૨૩ શરૂ થતાં નાણાકીય વર્ષ માટે તે ૧થી ૧૭ માર્ચના ગાળામાં H-1B વિઝા માટેની અરજીઓ સ્વીકારશે. અમને ૧૭ માર્ચ સુધી પૂરતા પ્રમાણમાં રજિસ્ટ્રેશન્સ મળશે તો અમે અમુક રજિસ્ટ્રેશન્સની પસંદગી કરીશું અને યુઝર્સના myUSCIS ઓનલાઇન એકાઉન્ટ્સ દ્વારા નોટિફિકેશન મોકલવામાં આવશે. અમે ૩૧ માર્ચ સુધીમાં ખાતાધારકોને માહિતી આપવાનો ઇરાદો ધરાવીએ છીએ.

USCISએ જણાવ્યું હતું કે, તે આગામી સપ્તાહોમાં વધારાની માહિતી જારી કરશે. H1B વિઝાની ફાળવણી વર્ષે ૮૫,૦૦૦ વિઝા સુધી મર્યાદિત રાખવામાં આવી છે. જેમાંથી ૨૦,૦૦૦ વિઝા અમેરિકાની સંસ્થાઓની ઉચ્ચ ડિગ્રી ધરાવતા પ્રોફેશનલ્સ માટે અલગ રાખવામાં આવશે..

ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં H1B વિઝાની માંગ સૌથી વધુ હોય છે. H1B નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. તે અમેરિકન કંપનીઓને વિશિષ્ટ કુશળતા ધરાવતા કામ માટે વિદેશી કર્મચારીઓને રોજગારી પર રાખવાની મંજૂરી આપે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરે છે.

LEAVE A REPLY

three × 2 =