EG Group's move to sell c-store assets in the US
ઝુબેર વલી ઇસા અને મોહસીન વલી ઇસા (બન્ને સહ-સ્થાપક, ઇજી ગૃપ - બ્લેકબર્ન, લેન્કેશાયર)

બિલિયોનેર્સ ઇસા બ્રધર્સની આગેવાની હેઠળનું EG ગ્રૂપ અમેરિકામાં તેના રિટેલ એકમનું વેચાણ કરવાની શક્યતા ચકાસી રહ્યું છે. યુ.કે. સ્થિત કંપનીએ અમેરિકા ખાતેની કેટલીક એસેટ્સનું માર્કેટિંગ કરવા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સને નિયુક્ત કર્યા હોવાના અહેવાલ છે. રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ઇસ્ટડીલ આ પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહી છે. આ ટ્રાન્ઝેક્શન સેલ-લીઝબેક ડીલ્સના માળખામાં કરવામાં આવે તેવી શક્યતા છે, એમ સ્કાય ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું.

EG ગ્રૂપે બોન્ડહોલ્ડર્સ માટેના તાજેતરના ત્રિમાસિક અપડેટમાં જણાવ્યું હતું કે, મેનેજમેન્ટ દેવામાં ઘટાડો કરી અને મુક્ત રોકડપ્રવાહ મારફત તેના કુલ નેટ લિવરેજ (દેવા)માં ઘટાડો કરવા પ્રતિબદ્ધ છે. જોકે હજુ કોઇ ટ્રાન્ઝેક્શન અંગે અંતિમ નિર્ણય કરાયો નથી.

TDR કેપિટલ-સમર્થિત EG ગ્રુપની સ્થાપના મોહસિન અને ઝુબેર ઈસા બ્રધર્સે કરી હતી. જેઓ હાલમાં કો-સીઇઓ તરીકે કંપનીનું સંચાલન કરે છે. તેની યુ.એસ. પેટાકંપની વેસ્ટબોરો સ્થિત EG અમેરિકા છે.

કંપનીએ 2018માં યુ.એસ.ના કન્વીનિયન્સ સ્ટોર માર્કેટમાં પ્રવેશ કર્યો હતા. તે સમયે તેને સિનસિનાટી સ્થિત ધ ક્રોગર કંપનીનું સી-સ્ટોર નેટવર્ક $2.15 બિલિયનમાં હસ્તગત કર્યું હતું. તેનાથી કંપની 18 રાજ્યોમાં કાર્યરત 762 સી-સ્ટોર્સ મળ્યા હતા.
EG ગ્રૂપે અગાઉ 2021માં આશરે $15 બિલિયનના વેલ્યુએશન સાથે વેચાણની શક્યતા ચકાસી હતી. તે સમયે કંપનીએ પબ્લિક ઇશ્યૂની પણ વિચારણા કરી હતી.

EG ગ્રૂપની વેસ્ટબોરો સ્થિત કંપની અમેરિકાના 31 રાજ્યોમાં 1,700થી વધુ કન્વીનિયન્સ અને ગેસ સ્ટોર્સ ચલાવે છે. તેના બેનરોમાં ક્યૂમ્બરલેન્ડ ફાર્મ્સ, સર્ટિફાઇડ ઓઇલ, ફાસ્ટ્રેક, ક્વિકશોપ, લોફ એન જગ, મિનિટ માર્ટ, ક્વિકસ્ટોપ, સ્પ્રિન્ટ અને તુર્કી હિલનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

1 × one =