Madhu's return to Bollywood after 12 years
(ANI Photo)

અજય દેવગણ સાથે ફિલ્મ ફૂલ ઔર કાંટેથી બોલીવૂડમાં પદાર્પણ કરનારા અભિનેત્રી મધુ 12 વર્ષ પછી ફરીથી ફિલ્મમાં જોવા મળશે. જોકે મધુએ બોલીવૂડમાં બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું અને અચાનક જ ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગઇ હતી. હવે તે ફિલ્મ ‘ગેમ ઓન’થી બોલીવૂડમાં કમબેક કરી રહી છે. તાજેતરમાં જ તેની ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે.

જોકે મધુ 12 વરસ દરમિયાન હિન્દી ફિલ્મોથી દૂર રહ્યા પછી પણ સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ફેન્સ સાથે જોડાયેલી છે. તે પોતાની નવી અને જુની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. આટલાં વર્ષોમાં તે વધુ ગ્લેમરસ થઇ ગઇ છે. જોકે આ 12 વરસ દરમિયાન તેણે સાઉથની ફિલ્મોમાં પોતાનું કામ કર્યું છે. તેણે તમિલ, તેલુગુ અને મલાયાલમ ભાષાની  ઘણી ફિલમોમાં કામકર્યું છે. તેની છેલ્લી ફિલ્મ જયલલિતાની બાયોપિક ‘થલાઇવી’ હતી.

LEAVE A REPLY

16 + fifteen =