four-seater plane crash in New York
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ન્યૂયોર્કમાં ફોર સીટર વિમાન તૂટી પડતા  ભારતીય મૂળની એક મહિલાનું તથા તેની પુત્રી અને પાયલોટ ઇન્સ્ટ્રક્ટર ઘાયલ થયા હતા. NBC ન્યૂયોર્ક ટીવી ચેનલે અહેવાલ આપ્યો હતા કે, રોમા ગુપ્તા, (63) અને તેની પુત્રી રીવા ગુપ્તા, (33) સાથે ઉડેલા નાના વિમાનના કોકપીટમાં આગ લાગી હતી અને તે લોંગ આઇલેન્ડમાં ઘરો નજીક ક્રેશ થયું હતું. સિંગલ એન્જિન સાથેનું આ વિમાન લોંગ આઇલેન્ડમાં રિપબ્લિક એરપોર્ટ પર પરત આવી રહ્યું હતું. આ દુર્ઘટનામાં રોમા ગુપ્તાનું મૃત્યું થયું હતું. તેમની પુત્રી રીવા અને 23 વર્ષના પાઇલટ ઇન્સ્ટ્રક્ટર ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments