HSBC bought the UK branch of Silicon Valley Bank for just one pound
Destroyed SVB (Silicon Valley Bank) logo and UK flag is seen in this illustration taken March 13, 2023. REUTERS/Dado Ruvic/Illustration

અમેરિકાની સિલિકોન વેલી બેંકની યુકે શાખાને HSBCએ એક રેસ્ક્યુ ડીલમાં માત્ર 1 પાઉન્ડ ($1.2)માં ખરીદી છે, તેવી સરકાર અને HSBCએ સોમવારે જાહેરાત કરી હતી. આ સોદામાં એસવીબી યુકેની પેરેન્ટ કંપનીઓની અસ્કયામતો અને જવાબદારીઓને બાકાત રાખવામાં આવી હતી,

બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને ટ્રેઝરીના દેખરેખ હેઠળ આ વેચાણ થયું હતું. અમેરિકાની એસવીબી બેન્કનું શુક્રવારે પતન થતાં બ્રિટનમાં તેના ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો હતો.

વડા પ્રધાન ઋષિ સુનકની આગેવાની હેઠળની તાબડતોડ વાટાઘાટો પછી બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા ટ્રેઝરી સાથે પરામર્શ કરીને આ આ ડીલ ફાઇનલ કરાઈ હતી. આ પછી સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “સિલિકોન વેલી બેંક (યુકે) લિમિટેડ આજે એચએસબીસીને વેચવામાં આવી છે.”

નાણા પ્રધાન જેરેમી હંટે ઉમેર્યું હતું કે સરકારીની કોઇ રોકડ સામેલ નથી અને તમામ ગ્રાહકોની થાપણોનું રક્ષણ કરવામાં આવ્યું છે. “આ સોદો ખાતરી કરે છે કે ગ્રાહકની થાપણો સુરક્ષિત છે અને કરદાતાને બોજ પડશે નહીં. ગ્રાહકો રાબેતા મુજબ વ્યવહાર કરી શકશે.

હંટે રવિવારે ચેતવણી આપી હતી કે SVB સાથે બેંકિંગ કરતી બ્રિટનની ટેક અને લાઇફ સાયન્સ કંપનીઓ માટે “ગંભીર” જોખમ છે. એશિયાના બજારો પર ફોકસ કરતી HSBCએ સોમવારે અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે  HSBC બિઝનેસ માટે માત્ર 1 પાઉન્ડ ચૂકવવા સંમત થઈ છે. SVB UKએ આશરે 5.5 પાઉન્ડ બિલિયનની લોન આપેલી છે અને આશરે 6.7 બિલિયન પાઉન્ડની થાપણો ધરાવે છે.

HSBCના ચીફ એક્ઝિક્યુટિવ નોએલ ક્વિને જણાવ્યું હતું કે, “આ એક્વિઝિશન યુકેમાં અમારા બિઝનેસ માટે ઉત્તમ વ્યૂહાત્મક હિલચાલ છે. તે અમારી કોમર્શિયલ બેંકિંગ ફ્રેન્ચાઇઝીને મજબૂત બનાવે છે તથા યુકે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટેકનોલોજી અને લાઇફ સાયન્સ ક્ષેત્રો સહિત ઇનોવેટિવ અને ઝડપથી વિકસતી કંપનીઓને સેવા આપવાની અમારી ક્ષમતાને વધારે છે.”

એચએસબીસીને એક્વિઝિશનથી ફાયદો થવાની અપેક્ષા છે, જયારે SVB UKના ગ્રાહકો “હંમેશની જેમ બેન્કિંગ વ્યવહાર ચાલુ રાખી શકે છે.

ગ્રાહકો અને મુખ્યત્વે ટેક સેક્ટર ગ્રાહકોએ મોટા પાયે ઉપાડ કર્યા પછી અને નવા નાણાં એકત્ર કરવાના તેના તાજેતરના પ્રયાસ નિષ્ફળ સાબિત થયા પછી કેલિફોર્નિયા સ્થિત SVBનું શુક્રવારે પતન થયું હતું.

ઇન્ટરેક્ટિવ ઇન્વેસ્ટર વિશ્લેષક વિક્ટોરિયા સ્કોલરે જણાવ્યું હતું કે HSBCનું SVB UKનું સંપાદન “તેના થાપણદારો અને વ્યાપક બેંકિંગ સિસ્ટમ માટે આવકારદાયક ગતિવિધિ” છે. તેનો અર્થ એ છે કે SVB UK સામે નાદારીની કાર્યવાહી નહીં થાય અને તેના ગ્રાહકો આજથી સામાન્ય રીતે ડિપોઝિટ અને બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે.

LEAVE A REPLY

nine − three =