Facebook owner Meta will cut another 10,000 jobs
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સોશિયલ મીડિયા કંપની ફેસબૂકની માલિક કંપની મેટા વધુ 10,000 નોકરીઓમાં કાપ મૂકશે અને 5,000 ખાલી જગ્યાઓ પર ભરતી કરશે નહીં. ખર્ચ કપાતના પગલાંના ભાગરૂપે આ સોશિયલ મીડિયા કંપનીએ છટણીના નવા રાઉન્ડની જાહેરાત કરી છે. કંપનીએ અગાઉ નવેમ્બરમાં 11,000 કર્મચારીઓ અથવા કુલમાંથી 13 ટકા કર્મચારીઓ છૂટા કરવાની જાહેરાત કરી હતી, જે તેના 18 વર્ષના ઇતિહાસની પ્રથમ સામુહિક છટણી હતી. 2022ના અંતે તેના કર્મચારીઓની સંખ્યા 86,482 હતી.

કંપનીએ મંગળવારે જણાવ્યું હતું  તે તેની ભરતી ટીમના કદમાં ઘટાડો કરશે. આ ઉપરાંત એપ્રિલના અંતમાં તેના ટેકનોલોજી ગ્રૂપમાં તથા મેના અંત ભાગમાં બિઝનેસ ગ્રૂપમાં વધુ કાપ મૂકશે. સીઇઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે આ મુશ્કેલ નિર્ણય હશે અને તેનો કોઇ વિકલ્પ નથી. તેનો અર્થ છે કે પ્રતિભાશાળી અને જુસ્સાદાર સાથીદારોને ગુડબાય કહેવાનો છે, જેઓ અમારી સફળતાનો ભાગ છે.

કેલિફોર્નિયાના મેન્લો પાર્ક સ્થિત આ કંપનીએ મેટાવર્સ પર ફોકસ કરવા માટે અબજો ડોલરનું રોકાણ કરેલું છે, પરંતુ ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો અને આવક નીચી રહી હતી. ઓનલાઇન એડવર્ટાઇઝિંગ માર્કેટમાં નરમાઈ અને ટીકટોક જેવા હરીફોની સ્પર્ધાને પગલે કંપનીના નાણાકીય દેખાવને વિપરિત અસર થઈ હતી.

ઝકરબર્ગે જણાવ્યું હતું કે મેં આ વર્ષે કાર્યક્ષમતા વિશે વાત કરી છે. લાંબા ગાળાના વિઝનને શક્ય કરવા માટે નોકરીઓમાં કાપ મૂકવાની, કંપનીને વધુ નાની અને વધુ ટેકનિકલ બનાવવાની તથા બિઝનેસ પર્ફોર્મન્સમાં સુધારો કરવાનું મે અગાઉ કહ્યું હતું.

આ હિલચાલ 2023ને “કાર્યક્ષમતાનું વર્ષ” બનાવવાની ઝકરબર્ગની યોજનાનો સંકેત આપે છે. તેઓ ખર્ચમાં 5 અબજ ડોલરનો ઘટાડો કરીને તેને 89થી 95 અબજ ડોલર કરવા માગે છે.

અર્થતંત્રમાં નરમાઇને કારણે અમેરિકાના કોર્પોરેટ જગતમાં મોટાપાયે છટણી થઈ છે. ગોલ્ડમેન સેક્સ અને મોર્ગન સ્ટેન્લી જેવી વોલસ્ટ્રીટ કંપનીઓથી લઇને અમેઝોન અને માઇક્રોફ્ટ સહિતની દિગ્ગજ કંપનીઓઓ નોકરીઓમાં કાપ મૂક્યો છે. ટેક ઇન્ડસ્ટ્રીએ 2022ના પ્રારંભથી આશરે 2.80 લાખ કર્મચારીઓની છટણી કરી છે. આમાંથી 40 ટકાની છટણી ચાલુ વર્ષે થઈ છે.

ભવિષ્યવાદી મેટાવર્સનું નિર્માણ કરવા માટે અબજો ડોલરનું રોકાણ કરનારી મેટા એડવર્ટાઇઝિંગ ખર્ચમાં ઘટાડાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહી છે.

 

LEAVE A REPLY

9 + eighteen =