એશિયન ગ્રુમિંગ ગેંગ દ્વારા બળાત્કાર કરાયો હોવાના અને તેનું ટ્રાફિકીંગ કરાયું હોવાના દાવાઓ કરનાર તથા ફેસબુક પર ફોટા પોસ્ટ કરી પોતાની સાથે દુર્વ્યવહાર થયો છે તેવા ખોટા આક્ષેપો કરનાર બેરો-ઇન-ફર્નેસની બાવીસ વર્ષની યુવતી એલેનોર વિલિયમ્સને સાડા આઠ વર્ષની જેલ કરાઇ છે.

22 વર્ષીય એલેનોરને ગત જાન્યુઆરીમાં ન્યાયના માર્ગને વિકૃત કરવાના નવ ગુનામાં દોષિત ઠેરવવામાં આવી હતી. મંગળવારે પ્રેસ્ટન ક્રાઉન કોર્ટમાં તેણીને સજા સંભળાવતા જજ જસ્ટિસ અલ્થમે જણાવ્યું હતું કે તેણીના આરોપો “સંપૂર્ણ કાલ્પનિક” હતા અને “પસ્તાવોના કોઈ નોંધપાત્ર ચિહ્નો” નહિં દર્શાવવા બદલ તેણીની ટીકા કરી હતી.

તેણીના દાવા મે 2020માં લોકડાઉન દરમિયાન વાયરલ થયા હતા જે વખતે તેણીએ આઘાતજનક ઉઝરડા સાથે ઢંકાયેલો, કાળી આંખો અને આંશિક રીતે વિચ્છેદિત આંગળી સાથેના પોતાના ફોટા ફેસબુક પર પોસ્ટ કર્યા હતા. તેણીએ આક્ષેપ કર્યો હતો કે દુષ્ટ એશિયન પુરુષો દ્વારા “સેક્સ પાર્ટીઓ”માં હાજરી આપવા માટે માર મારવામાં આવ્યો હતો અને મોટાભાગે પાકિસ્તાની બિઝનેસ માલિકો હતા.

આ આરોપો ટૂંક સમયમાં કમ્બ્રીયાથી ઘણા દૂર ફેલાયા હતા અને 100,000થી વધુ ફેસબુક સભ્યો સાથે, જસ્ટિસ ફોર એલી નામની વૈશ્વિક એકતા ઝુંબેશને વેગ મળ્યો હતો. પોલીસ કવર-અપના આરોપો વચ્ચે, સમગ્ર યુકેમાં રેલીઓનું સૂચન કરાયું હતું. કમ્બ્રીયા પોલીસે 2020માં કેસ સાથે જોડાયેલા 151 ગુનાઓ નોંધ્યા હતા.

ઓલિવર ગાર્ડનર નામના એક શ્વેત યુવાને સ્ટ્રીટ લાઇટ માટે પૂછતા તેના પર આરોપ મૂક્યો હતો. અન્ય, જોર્ડન ટ્રેન્ગોવ પર તેણીએ છરી બતાવી બળાત્કાર કરવાનો અને ડ્રગ આપવાનો ખોટો આરોપ મૂક્યા પછી બીચારાને રિમાન્ડ પર 73 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. વિલિયમ્સે બેરોના વેપારી મોહમ્મદ રમઝાન પર આરોપ મૂક્યો હતો કે તે એક આંતરરાષ્ટ્રીય ગ્રુમિંગ ગેંગનો વડા હતો અને તેની સાથે 12-13 વર્ષની હતી ત્યારે સેક્સ કર્યું હતું અને પછી તેની અને અન્ય ડઝનેક છોકરીઓની હેરફેર કરી હતી.

LEAVE A REPLY

three × 4 =