• યમ્મી તલવાર, COO, VFS ગ્લોબલ, યુરોપ અને CIS રીજીયન

રોગચાળા વખતે સૌથી વધુ પ્રતિકૂળ અસરગ્રસ્ત ક્ષેત્રોમાંના એક પ્રવાસ ઉદ્યોગ હાલ પુનરુત્થાનનો સાક્ષી બની રહ્યો છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, આગામી દસ વર્ષમાં ટ્રાવેલ અને ટૂરીઝમ ક્ષેત્ર વિશ્વના અર્થતંત્રમાં જીડીપીમાં US $11.3 ટ્રિલિયનનું યોગદાન આપશે અને 355 મિલિયન નોકરીઓ ટકાવી રાખશે.

વિશ્વભરમાં ગ્લોબલ ટ્રાવેલ એન્ડ ટૂરીઝમની નોકરીઓનું પ્રતિનિધિત્વ મહિલાઓ કરે છે, પરંતુ આ ક્ષેત્રમાં ફક્ત 20% સંચાલકો મહિલાઓ છે. ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં મેનેજમેન્ટ કક્ષાએ વધુ મહિલાઓને પ્રતિનિધિત્વથી કંપનીઓ વધુ પ્રોડક્ટીવ બને છે અને એક્ઝિક્યુટિવ ટીમમાં મહિલાઓ હોવાથી કંપનીઓમાં સરેરાશ કરતાં વધુ નફાની અને શેરના ભાવનું પ્રદર્શન 50 ટકા વધારે હોઈ શકે છે.

વી ટ્રાવેલના સંશોધન મુજબ, 2023માં, મહિલાઓએ લગભગ 70 ટકા બુકિંગ કર્યું હતું. મુસાફરી માટે તેઓ જાતે જ નિર્ણયો લઈ વધુ પ્રમાણમાં એકલી ફરી રહી છે. કામના સ્થળે ભેદભાવ સામે કાયદેસર રીતે સુરક્ષિત હોવા છતાં, સ્ત્રીઓને ઘણી વાર એવું લાગે છે કે તેઓ પુરૂષની સરખામણીમાં ઓછી પસંદ કરવામાં આવે છે. જે પ્રતિભાશાળી મહિલાઓને અરજી કરતા રોકે છે. હકિકત એ છે કે અગ્રણી ભૂમિકાઓમાં મહિલાઓની ભાગીદારી માત્ર વધુ ન્યાયી જ નહિં વધુ નફો પણ કરાવે છે.

હાલમાં કોલેજોમાં મહિલાઓ 55% હિસ્સો ધરાવે છે, તેઓ ઉચ્ચ ગ્રેડ ધરાવે છે અને તેમ છતાં 2020 સુધીમાં ફોર્ચ્યુન 500 કંપનીઓમાં માત્ર 7.4% લીડરશિપ હોદ્દાઓ માટે મહિલાઓનો હિસ્સો હતો. જે માટે મહિલાઓને ફ્લેક્સિબલ-વર્કિંગ અથવા વર્કિંગ ફ્રોમ હોમ વિકલ્પો આપવાની જરૂર છે.

VFS ગ્લોબલ ખાતે જેન્ડર ઇક્વાલીટીની જરૂરિયાતને સમજવામાં આવે છે. ગયા વર્ષે VFS વુમન સાથે મહિલા સશક્તિકરણ પ્રત્યેના ધોરણોને અનુસરવા માટે પ્રતિબદ્ધતા પર હસ્તાક્ષર કર્યા હતા. તો 2021માં બ્રિટિશ હાઈ કમિશન ‘યુકે ઈન ઈન્ડિયા’ નેટવર્ક જેન્ડર ઈક્વાલિટી ચાર્ટર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. VFSના કુલ વર્કફોર્સમાં મહિલાઓનો હિસ્સો 57% છે અને નેતૃત્વના સ્તરે 27% છે અને તેને સરભર કરવા તમામ સ્તરોની ભરતી પ્રક્રિયામાં મહિલા ઉમેદવારોની ઓછામાં ઓછી 50% ભાગીદારી માટે VFS પ્રતિબદ્ધ છે. વિશ્વની સૌથી મોટી આઉટસોર્સિંગ અને ટેક્નોલોજી સેવાઓ આપનાર VFS ગ્લોબલ વિશ્વભરમાં 67 સરકારોને સેવા આપે છે. યમ્મી 17 વર્ષથી VFS ગ્લોબલ માટે કામ કરે છે.

 

LEAVE A REPLY

18 − 4 =