એમેઝોન પ્રાઇમની ઓરિજિનલ સિરિઝ સિટાડેલના 18 એપ્રિલે ગ્લોબલ પ્રીમિયર પહેલા આ સિરિઝના કલાકારો અને નિર્માતાઓ પ્રિયંકા ચોપરા, રિચર્ડ મેડન અને સ્ટેન્લી ટુચીએ લંડનમાં ફોટોશૂટ કરાવ્યું હતું. સિરીઝના સ્ટાર્સ પ્રિયંકા ચોપરા જોનાસ, રિચર્ડ મેડન અને સ્ટેનલી તુચી લંડનની સ્કાયલાઇનની સામે નિર્માતા જો રૂસો અને ડેવિડ વેઇલ સાથે જોડાયા હતા. આ ગ્લોબલ સિરીઝનું પ્રીમિયર 28મી એપ્રિલે થશે. દર શુક્રવારે 26મી મે સુધી દર શુક્રવારે નવા એપિસોડ રિલીઝ થશે. સિટાડેલનું પ્રસારણ વિશ્વભરના 240થી વધુ દેશો થશે.

અગાઉ એશિયા પેસિફિક પ્રીમિયર માટે સિરિઝના મુખ્ય કલાકારો રિચાર્ડ મેડન અને પ્રિયંકા ચોપરા જોનાસ મુંબઈમાં આવ્યા હતા અને ભવ્ય પ્રીમિયર પહેલા બંને કલાકારોએ આ સ્પાય સિરિઝના નિર્માણ સંબંધિત વાતચીત કરી હતી. એમેઝોન સ્ટુડિયો અને અને રૂસો બ્રધર્સ AGBO નિર્મિત આ સિરિઝમાં ડેવિડ વેઈલે શોરનર અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે સેવા આપી છે. સિટાડેલનું પ્રીમિયર ફક્ત પ્રાઇમ વીડિયો પર થશે.

પ્રાઇમ વીડિયોના એશિયા પેસિફિક વાઇસ પ્રેસિડન્ટ ગૌરવ ગાંધીએ જણાવ્યું હતું કે સિટાડેલ એક નવી, મહત્વાકાંક્ષી, સીમાચિહ્ન સિરિઝની શરૂઆત છે. તે વિશ્વભરમાં એકબીજા સાથે જોડાયેલી વાર્તાઓ છે. તે સ્ટોરીટેલર્સના વૈવિધ્યસભર વૈશ્વિક સમુદાયનું સર્જન કરવાનું અદભૂત માધ્યમ છે અને મનોરંજનને ખરેખર સરહદ વગરનું બનાવે છે. નવા કન્સેપ્ટ તથા રુસો બ્રધર્સ, ડેવિડ વેઇલ, પ્રિયંકા ચોપરા જોનાસ, રિચાર્ડ મેડન અને સિટાડેલ સાથે સંકળાયેલા અન્ય લોકોના મેજિકથી અમને વિશ્વાસ છે કે આ વૈશ્વિક સિરિઝને દર્શકોનો પ્રેમ મળશે.

પ્રાઇમ વીડિયો, ઇન્ડિયાના કંટ્રી ડાયરેક્ટર સુશાંત શ્રીરામે જણાવ્યું હતું કે અમે સિટાડેલને માત્ર અંગ્રેજી અને હિન્દીમાં જ નહીં, પણ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ કરીશું. આ સિરિઝમાં પ્રિયંકા ચોપડા નાદિયા સિંહની ભૂમિકામાં છે, જ્યારે રિચાર્ડ મેડન મેસન કેનીની ભૂમિકામાં છે.

LEAVE A REPLY

2 × 1 =