Anil Kapoor-Madhuri together again
(Photo by STREDL/AFP via Getty Images)
ફિલ્મ નિર્માતા ઇન્દ્રકુમારે ધમાલ સિરીઝની ચોથી ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે. તેમાં અજય દેવગણને મુખ્ય ભૂમિકામાં અગાઉ તેઓ ફાઈનલ કરી ચૂક્યા છે. અજય દેવગણની સાથે કોને કાસ્ટ કરવા તે અંગે મૂંઝવણ હતી. જોકે હવે આ સમસ્યાનું નિવારણ આવી ગયું છે. રીપોર્ટ્સ મુજબ, ઈન્દ્રકુમાર માધુરી દીક્ષિત અને અનિલ કપૂરને સાથે લેવા ઇચ્છે છે.
ધમાલ 4ની સ્ક્રિપ્ટ અંગે ઈન્દ્રકુમાર અને અનિલ કપૂર વચ્ચે થોડી ચર્ચા થઈ છે અને માધુરીને પણ સ્ક્રિપ્ટ પસંદ આવી છે. તેજાબ ફિલ્મથી જામેલી માધુરી અને અનિલની જોડીએ સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી છે. ધમાલની પ્રથમ બે ફિલ્મમાં તેઓ ન હતા. ઈન્દ્રકુમારે ત્રીજી ફિલ્મ ટોટલ ધમાલમાં માધુરી અને અનિલને કાસ્ટ કર્યા હતા. ધમાલની ત્રણેય ફિલ્મમાંથી ત્રીજો ભાગ સૌથી વધુ સફળ રહ્યો હતો. માધુરી અને અનિલ કપૂર અગાઉ બેટા ફિલ્મમાં ઈન્દ્રકુમાર સાથે કામ કરી ચૂક્યા છે. માધુરી દીક્ષિતે ધ ફેમ ગેમ અને મજામાં ફિલ્મો તાજેતરમાં કરી છે. અનિલ કપૂરનો વેબ શો ધ નાઈટ મેનેજર ખૂબ વખણાયો છે. રિતિક રોશન સાથે ફાઈટર અને રણબીર સાથે એનિમલમાં પણ અનિલનો મહત્ત્વનો રોલ છે.

LEAVE A REPLY

two + 14 =