India's market is attractive and encouraging: Apple CEO Tim Cook

વિશ્વવિખ્યાત એપલ કંપનીના સીઇઓ ટિમ કૂક ભારતથી પ્રભાવિત થયા છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત અવિશ્વસનીય રીતે રોમાંચક બજાર છે અને કંપની ભારત પર વિશેષ ધ્યાન આપી રહી છે. આઇફોન બનાવતી કંપનીના વડાએ એ પણ જણાવ્યું હતું કે ભારતમાં તના બિઝનેસે એક નવો ત્રિમાસિક રેકોર્ડ બનાવ્યો છે અને વાર્ષિક આધારે બે આંકડામાં વૃદ્ધિ નોંધાઇ છે. તેમણે કહ્યું હતું કે ભારતીય બજાર એક ટિપિંગ પોઇન્ટ પર છે, કેમ કે ભારતમાં બહોળો મધ્યમ વર્ગ છે, જે આઇફોનના ઉત્પાદક માટે દેશના મહત્ત્વને ઉજાગર કરે છે. કંપનીએ ભારતમાં રિટેલ વિસ્તરણની યોજનાનો પ્રારંભ કર્યો છે અને કૂકે ગત મહિને દિલ્હી અને મુંબઈમાં કંપનીના રિટેલ સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું.

તેમણે ત્રિમાસિક પરિણામોની જાહેરાતમાં કહ્યું હતું કે બંને સ્ટોર એક શાનદાર શરૂઆત માટે તૈયાર છે. તેમણે ભારતીય બજારની તેજીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેની જીવતંતા અવિશ્વસનીય છે. તેમણે કહ્યું હતું કે ભારતીય બજાર પર અમારું ધ્યાન કેન્દ્રિત છે અને આવનારા સમયમાં વધુ ગ્રાહકોની સેવા કરવા માટે અમે વિસ્તરણ કરીશું.

કંપનીના ભારતમાં અનેક ચેનલ ભાગીદાર છે અને તેઓ વેપારમાં પ્રગતિથી ઘણા ખુશ છે. તેમણે કહ્યું હતું કે હું અહીં બ્રાન્ડ માટે જે ઉત્સાહ જોઈ રહ્યો છું, કંપની પ્રોડક્ટસનું વેચાણ નાણાકીય વર્ષ 22માં ચાર બિલિયન ડોલરથી વધીને 2023માં અંદાજે છ બિલિયન ડોલર જેટલું થયું હતું. કૂકે ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને IT પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી.

LEAVE A REPLY

16 + 17 =