ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી મોખરાનું સ્થાન મેળવ્યું છે. તેઓ 78 ટકા એપ્રૂવલ રેટિંગ મેળવીને સર્વોચ્ચ ક્રમે પહોંચ્યા છે. આ રેટિંગના ભાગરૂપે ભારત, અમેરિકા સહિત દુનિયાના શક્તિશાળી ગણાતા 22 દેશોના વડાઓના એપ્રૂવલ રેટિંગના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

શનિવારે જે રેટિંગ જાહેર થયા છે તે 10થી 16 મે દરમિયાન વિશ્વભરના 22 દેશોમાં કરાવાયેલા મતદાન પર આધારિત છે. દરેક દેશમાં મતદાતોની સંખ્યા તે દેશની લાક્ષણિકતાઓ પર આધાર રાખે છે. મોર્નિંગ કન્સલ્ટ નામની આ સંસ્થા નિયમિત રીતે રેટિંગ જાહેર કરે છે.

આ રેટિંગમાં અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડન 42 ટકા સાથે યાદીમાં પાંચમા ક્રમે છે. જ્યારે સ્વિત્ઝરલેન્ડના પ્રેસિડેન્ટ એલેન બર્સેટ તેમ જ મેક્સિકોના પ્રેસિડેન્ટ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ 62 ટકા રેટિંગ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનિઝ 53 ટકા સાથે ત્રીજા, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની 49 ટકા રેટિંગ સાથે ચોથા, બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુઈઝ ડા સિલ્વા 49 ટકા રેટિંગ સાથે ચોથા ક્રમે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો 39 ટકા રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે તથા સ્પેનના પ્રેસિડેન્ટ પેડ્રો સાન્ચેઝ 39 ટકા રેટિંગ સાથે સંયુક્ત રીતે છઠ્ઠા કમે છે. આયરલેન્ડના વડા લીઓ વરાડકર 34 ટકા રેટિંગ સાથે આઠમા ક્રમે છે.

જ્યારે બ્રિટિશ વડાપ્રધાન રિશિ સુનક 33 ટકા રેટિંગ સાથે નવમા ક્રમે છે જ્યારે ફ્રાન્સના પ્રેસિડેન્ટ મેક્રોં તથા જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ આ રેટિંગમાં ઘણા પાછળ છે. ભારતમાં સંસ્થા દ્વારા પોતાના પ્રતિનિધિઓ થકી વોટિંગ કરાવવામાં આવે છે.

LEAVE A REPLY

three − 1 =