સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ જિયોગ્રાફી એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મેરી અબેદ અલ અહદની આગેવાની હેઠળ સંશોધકો દ્વારા કરાયેલા એક નવા અભ્યાસમાં બહાર આવ્યું છે કે વંશીય લઘુમતીના લોકો અને યુકે બહાર જન્મેલા વ્યક્તિઓ યુકેની બાકીની વસ્તી કરતા હવાના પ્રદૂષણના પ્રભાવથી વધુ અસર થાય છે. ખરાબ સ્વાસ્થ્ય પાછળ વાયુ પ્રદૂષણ મુખ્ય કારણ દર્શાવાયું છે, જે મોટે ભાગે કાર્ડિયોવાસ્ક્યુલર અને શ્વસનતંત્ર સાથે સંબંધિત છે.
સંશોધનમાં ‘’અંડરસ્ટેન્ડિંગ સોસાયટીઃ ધ યુકેઝ ડોમેસ્ટીક લોન્ગીટ્યુડીનલ સ્ટડીના ડેટાનો ઉપયોગ કરાયો હતો. જેમાં 11 વર્ષના સમયગાળા દરમિયાન લગભગ 68,000 પુખ્ત વયના લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછાયું હતું અને તેઓ રહેતા હતા તે વિસ્તારોના હવાના પ્રદૂષણ વિશે વિગતવાર માહિતીનો ઉપયોગ કર્યો હતો.
અભ્યાસમાં જણાયું હતું કે ‘’ભારતીય, પાકિસ્તાની/બાંગ્લાદેશી અને શ્યામ/આફ્રિકન/કેરેબિયન પૃષ્ઠભૂમિના લોકો શ્વેત બ્રિટિશ લોકોની સરખામણીમાં ઉચ્ચ સ્તરના વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવે તો તેમના સ્વાસ્થ્યને વધુ ખરાબ સર થતી હતી.