લંડનના મેયર સાદિક ખાને વધુ સારા વેતનવાળી નોકરીઓ મેળવવાનું સુલભ થાય તે માટે વધુ £135 મિલિયનની જાહેરાત કરી છે. આથી વધુ હજારો લંડનવાસીઓને શિક્ષણનો ઉપયોગ કરી સારી નોકરીઓ મેળવી શકશે.

અગ્રણી લંડન લર્નર સર્વે મુજબ 2019થી મેયર્સ એડલ્ટ એજ્યુકેશન બજેટ (AEB) દ્વારા 100,000 લંડનવાસીઓએ એડલ્ટ એજ્યુકેશન મેળવીને નવી અથવા વધુ સારા પગારવાળી નોકરીઓ મેળવી છે. 2021/22માં મેયરના એડલ્ટ એજ્યુકેશન બજેટને કારણે લોકોએ શિક્ષણમાં ઘણી પ્રગતિ કરી હતી. આ  તાલીમે લંડનવાસીઓને કામમાં લગભગ 10% જેટલી વધુ કમાણી કરવામાં તથા જીવન-નિર્વાહના વધતા ખર્ચમાં મદદ કરી હતી.

આ યોજના પુખ્ત શિક્ષણમાં ભાગ લેવા લંડનવાસીઓને પ્રોત્સાહિત કરી તેમની કમાણી વધારવામાં, નવા કૌશલ્યો શીખવામાં, તેમના પસંદ કરેલા ક્ષેત્રમાં પ્રગતિ કરવામાં અને કાર્યસ્થળમાં વિશ્વાસ વધારવામાં મદદ કરે છે. સિટી હોલના ભંડોળને કારણે લંડનના 800,000 થી વધુ લોકોએ મફત શિક્ષણ અથવા કૌશલ્યની તાલીમ પ્રાપ્ત કરી હતી.

LEAVE A REPLY