પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પાકિસ્તાનમાં ગરીબી હટાવવા સહિતના હેતુઓ માટે રચાયેલી ચેરીટી ‘રેશમ હેલ્પિંગ હેન્ડ’ના ટ્રસ્ટીઓ ગેરવર્તણૂક અને ગેરવહીવટ માટે જવાબદાર જણાયા બાદ ચેરીટી કમિશને ચેરિટીને બંધ કરવા અને ચેરીટીની £270,000થી વધુની લિક્વિડેટેડ અસ્કયામતોને સમાન સખાવતી હેતુઓ ધરાવતી બિનજોડાણવાળી ચેરિટીને સોંપવા આદેશ આપ્યો હતો. ચેરિટી કમિશને સંસ્થાને ફડચામાં લઇને 16 મે 2023ના રોજ ચેરિટી રજિસ્ટરમાંથી દૂર કરી હતી.

ચેરીટી કમિશનની તપાસમાં જાણવા મળ્યું છે કે ચેરિટી પાસે ટકી ન શકે તેવું બિઝનેસ મોડલ છે અને તેમણે એપ્રિલ 2018ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં તેની આવકનો માત્ર 5.5% ખર્ચ સખાવતી પ્રવૃત્તિ પર કર્યો હતો. ચેરિટીમાં કોઈ ગવર્નન્સ માળખું, નીતિઓ અથવા નિયંત્રણો ન હોવાનું પણ જણાયું હતું.

ચેરિટીની આવકનો મોટાભાગનો ખર્ચ ચેરિટીની માલિકીની પાંચ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીના રિનોવેશન પર કરાયો હતો. ચેરિટીની મિલ્કતો જે સ્થિતી હતી તે સ્થિતિમાં તેને ભાડે અપાઇ શકાય તેમ નહતું. ચેરિટીની અસ્કયામતોને સુરક્ષિત રાખવા માટે, ચેરિટી કમિશને તેના બેંક ખાતાઓમાંથી નાણાંકીય વ્યવહારો કરવા પર પ્રતિબંધ મૂકી વચગાળાના મેનેજરની નિમણૂક કરી હતી.

LEAVE A REPLY

3 × four =