સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટમાં ખાલિસ્તાની સમર્થકોએ આગચંપી કરી હતી. (PTI Photo)(PTI07_04_2023_000011B)

અમેરિકના સાંસદો અને પ્રભાવશાળી ઇન્ડિયન-અમેરિકનોએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસને સળગાવી દેવાના પ્રયાસની આકરી નિંદા કરી હતી અને આવા ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા તત્વો સામે ઝડપી કાર્યવાહી કરવાની માગણી કરી હતી. ભારત અને ઇન્ડિયન અમેરિકન્સ અંગેની સંસદની સમિતિના સહ-અધ્યક્ષો રો ખન્ના અને માઇકલ વોલ્ટ્સએ ગુરુવારે સંયુક્ત નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે દૂતાવાસો સામેની હિંસા સહન કરી શકાય નહીં. અમે ભારતના રાજદૂત તરનજિત સિંહ સંધુ સહિત ભારતીય રાજદૂતો સામે હિંસાની ઉશ્કેરણી કરતાં પોસ્ટર્સની પણ ટીકા કરીએ છીએ. સાંસદ બ્રિયાન ફિત્ઝપેટ્રીકે જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસ પરનો હુમલો અસ્વીકાર્ય છે.

LEAVE A REPLY