ભારતના વિદેશ મંત્રાલયે એક આરટીઆઇ અંતર્ગત આપેલા ઉત્તરમાં જણાવ્યું છે કે, એક અંદાજ મુજબ વિદેશમાં વસતા (NRI) 1.34 કરોડ ભારતીયોમાંથી 66 ટકાથી વધુ લોકો યુએઇ, સાઉદી અરબ, કુવેત, કતાર, ઓમાન અને બહેરીન જેવા અખાતી દેશોમાં રહે છે. આ આંકડા માર્ચ 2022 સુધીના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, NRI ભારતીય નાગરિક હોય છે, અને સામાન્ય રીતે ભારત બહાર વસે છે.

ॉનાગપુરસ્થિત બેંકર અભય કોલારકરે જણાવ્યું હતું કે, કેટલાક મહિના અગાઉ તેમણે માહિતીના અધિકાર (RTI) અંતર્ગત NRI અને પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન(PIO) અંગેના આંકડાની માગણી કરી હતી. આ અંગે મંત્રાલય દ્વારા તેમને જુનના અંતમાં જવાબ આપવામાં આવ્યો હતો.
મંત્રાલયે તેના ઉત્તરમાં જણાવ્યું હતું કે, એક અનુમાન મુજબ 210 દેશોમાં 1.34 ભારતીયો વસે છે. તેમાંથી 88.8 લાખ ભારતીયો છ અખાતી દેશોમાં વસે છે. જે અંતર્ગત 34.1 લાખ યુએઇમાં, 25.9 લાખ સાઉદી અરબમાં, કુવેતમાં 10.2 લાખ, કતારમાં 7.4 લાખ, ઓમાનમાં 7.7 લાખ અને બહેરીનમાં 3.2 લાખ લોકો વસે છે.

કોલારકરે જણાવ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે, આ આંકડાથી એ લોકોની સંખ્યાનો અંદાજ મળી શકે છે કે, જો યુદ્ધ કે વિદેશમાં માનવીય સંકટ ઊભી થાય તો તેઓ તેનાથી કેટલા લોકો અસર પામી શકે છે. આરટીઆઇના જવાબ મુજબ, 12.8 ટકા લોકો અમેરિકામાં, 3.5 લાખ લોકો બ્રિટનમાં, 2.4 લાખ લોકો ઓસ્ટ્રેલિયામાં, 2.2 લાખ મલેશિયામાં અને કેનેડામાં 1.7 લાખ ભારતીયો નોંધાયા છે. જોકે, અખાતી દેશોમાં PIOની સંખ્યા ઓછી અને અમેરિકામાં વધુ છે.
PIO એટલે એવા વ્યક્તિ કે જેમના પૂર્વજો ભારતીય નાગરિક હતા અને અત્યારે તેમની પાસે અન્ય કોઇ દેશની નાગરિકતા અથવા રાષ્ટ્રીયતા છે, એટલે કે તેમની પાસે વિદેશી પાસપોર્ટ છે.

RTIના જવાબ અનુસાર અન્ય દેશોની સરખામણીએ અમેરિકામાં સૌથી વધુ 31 લાખ PIO છે. ત્યારપછી મલેશિયામાં 27.6 લાખ, મ્યાનમારમાં 20 લાખ, શ્રીલંકામાં 16 લાખ અને કેનેડામાં 15.1 લાખ PIO છે.

LEAVE A REPLY