ગુજરાત સરકારે પોલીસ તંત્રમાં 70 સીનિયર IPS અધિકારીઓની સામૂહિક બદલી કરી છે. ત્રણેક મહિના પછી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે જી. એસ. મલિકની નિમણૂક કરવામાં આવી છે. તેઓ લાંબા સમયથી BSFમાં ફરજ બજાવતા હતા અને ડેપ્યુટેશન પૂર્ણ કરી પરત આવી રહ્યા છે. વડોદરાના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની ફરીથી નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ CP તરીકેની જવાબદારી નિરજ બડગુજરને સોંપાઇ છે. પંચમહાલ ગોધરા રેંજના DIG ચિરાગ કોરડિયાને અમદાવાદ સેક્ટર -1ના એડિશનલ CP તથા ગાંધીનગર પોલીસ ભવન ખાતે લાંબા સમય સુધી એડમીન તરીકે ફરજ બજાવનાર બ્રજેશકુમાર ઝાને અમદાવાદના JCP સેક્ટર-2 તરીકેની જવાબદારી સોંપાઇ છે. અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે સફળ રથયાત્રા પૂર્ણ કરાવનાર પ્રેમવીર સિંઘને અમદાવાદ રેન્જ IGP તરીકેની જવાબદારી સોંપાઇ છે. અમદાવાદ રેન્જ IGP વી ચંદ્રશેખરને સુરત રેન્જની અને મેટ્રોના સેનાપતિ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંઘ યાદવને ગાંધીનગરના રેન્જ IGP તરીકે પોસ્ટિંગ અપાયું છે. જ્યારે ગાંધીનગર રેન્જ IGP અભય ચુડાસમાની કરાઇ પોલીસ એકેડમીના પ્રિન્સિપાલ તરીકે બદલી અપાઇ છે.

LEAVE A REPLY