અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગાયોના મૃતદેહોને સન્માનપૂર્વક વિદાય આપવા માટે રૂ.6 કરોડના ખર્ચે એક સ્મશાન બનાવવાની યોજના તૈયાર કરી છે. આ સ્મશાનમાં સીએનજી ભઠ્ઠી હશે અને રખડતી ગાયોના મૃતદેહોને સન્માનપૂર્વક વિદાય અપાશે. ભાજપના કાઉન્સેલર્સ અને કોર્પોરેશનના અધિકારીઓનો હેતુ રખડતી ગાયોના મૃતદેહોનો યોગ્ય રીતે નિકાલ કરવાનો છે. ગાયો માટેનું આ સ્મશાન ગ્યાસપુર સીવેજ રેડિયેશન પ્લાન્ટ નજીક બનાવવામાં આવશે. જે 4000 ચોરસ મીટરમાં પથરાયેલું હશે. 

અધિકારીઓનું કહેવું છે કેઆ દરખાસ્ત પડકારોથી ભરેલી છે. રાજ્યમાં ક્યાંય આટલી મોટી સુવિધા માટે કોઈ દાખલો નથીજેનો બર્ન રેટ 700 કિલો પ્રતિ કલાક છે. પ્રાણીઓને ઉંચકવા માટે એક વાધારાની ક્રેનની પણ જરુર પડશે. જેનાથી પશુને સીએનજી ભઠ્ઠીમાં મૂકવામાં આવી શકે. આ સુવિધા ઉભી કરવા પાછળ કુલ 6 કરોડનો ખર્ચ થશે. એએમસીના કમિશનર એમ થેન્નારસને આ પ્રોજેક્ટ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટએન્વાયરમેન્ટ એન્જિનિયરિંગલાઈટ ડિપાર્ટમેન્ટસિટી એન્જિનિયરિંગ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓનો અભિપ્રાય માગ્યો છે. 

આ યોજનાનો અભ્યાસ કરીને તેનો રિપોર્ટ સોંપવા માટે ડેપ્યુટી કમિશનરની એક સમિતિ રચવામાં આવી છે. AMCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કેકમિશનરે તાજેતરમાં એએમસીની ભાજપની બોડીના રાજકીય પ્રભારી ધર્મેન્દ્ર શાહબિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ સાથે આ પ્રોજેક્ટ પર ચર્ચા કરવા માટે એક બેઠક પણ બોલાવી હતી. 

LEAVE A REPLY