સ્ટોકપોર્ટમાં A&E યુનિટમાં કામ કરતી વખતે નર્સને ગળું પકડીને તેના ફોન નંબરની માંગણી કરનાર ડૉ. મુબશ્શેર મુહમ્મદને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તે નિયમિતપણે નર્સના માસ્કને “પિંગ” કરતો હતો અને બે નર્સોની “દુઃખદાયક” સતામણી કરતો હતો તેમ મેડિકલ ટ્રિબ્યુનલ પેનલે શોધી કાઢ્યું હતું.
ચેક રિપબ્લિકમાં તાલીમ લેનાર અને લોકમ ઇમરજન્સી રૂમ ડૉક્ટર તરીકે કામ કરનાર મુહમ્મદ સામે જનરલ મેડિકલ કાઉન્સિલ (જીએમસી)એ કેસ લાવ્યો હતો અને દલીલ કરી હતી કે તેને અસ્થાયી રૂપે રજિસ્ટરમાંથી કાઢી નાખી તેના પર નવ મહિના માટે ડૉક્ટર તરીકે કામ કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
મોહમ્મદે 2021ની વસંતઋતુમાં બે મહિનાના સમયગાળા દરમિયાન નર્સના ખભા, કમર અને પીઠને સ્પર્શ કર્યો હતો અને એક કરતાં વધુ પ્રસંગોએ તેણે ‘તારો માસ્ક નીચે ખેંચ જેથી હું તમારો ચહેરો જોઈ શકું’ એમ કહ્યું હતું. જેનાથી નર્સ અસ્વસ્થ થઈ હતી. જો કે મોહમ્મદે કહ્યું હતું કે વિભાગમાં આમ કરવાની “સામાન્ય સંસ્કૃતિ” છે.
તેણીએ ઘટનાના થોડા સમય પછી એક મિત્રને સંદેશ મોકલી આ ઘટનાનું વર્ણન કર્યું હતું. તેણીના મિત્રએ આ બાબતને આગળ વધારવા કહેતા નર્સે કહ્યું હતું કે “હું જાણું છું કે મારે કરવું જોઈએ પરંતુ મને લાગે છે કે તે મારા માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે.”
ટ્રિબ્યુનલમાં બીજી નર્સે મેટ્રનને કરેલા ઈમેઈલમાં કહ્યું હતું કે ‘’મોહમ્મદ કામના સ્થળે “ઓવર-પર્સનલ” હતા અને કેટલાક પ્રસંગોએ મોહમ્મદ મારા ચહેરા, ખભા અને કમરને સ્પર્શ કરી ચૂક્યા છે.”