(PTI Photo)

હિમાચલપ્રદેશમાં વાદળ ફાટવાથી આવેલા ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલથી બે દિવસમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા હતા. રાજ્યના મંડી જિલ્લાના સમ્બાલ ગામમાં ફ્લેશ ફ્લડમાં આશરે સાત લોકો તણાઈ ગયા હતા. ભારે વરસાદથી ઊભી થયેલી આ ભયાનક પરિસ્થિતિને પહોંચી રાહત અને બચાવ કામગીરી ચાલુ કરાઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાનને લોકોને ઘરમાં રહેવાની તથા પ્રવાસીઓને તેમની યોજના મોકૂફ રાખવાની સલાહ આપી હતી.

મંડી જિલ્લાના સંભાલ, પંડોહ પૂરના ભયાનક દ્રશ્યો બહાર આવ્યા હતા. અહીં અચાનક આવેલા પૂરમાં સાત વ્યક્તિઓ તણાઈ ગયા હતા. અગાઉ,ભારે વરસાદ સંબંધિત બે અલગ-અલગ ઘટનાઓમાં 16 લોકોના મોત થયા હતા. સોલન જિલ્લામાં ગઈકાલે રાત્રે વાદળ ફાટવાની ઘટના બાદ સાત લોકોના મોત થયાં હતાં. શિમલા શહેરના સમર હિલ વિસ્તારમાં આવેલા શિવ મંદિરમાં ભૂસ્ખલનમાં નવ લોકોના મોત થયા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો વરસાદથી પ્રભાવિત હિમાચલ પ્રદેશમાં રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. તેમણે પૂરને કારણે થયેલી જાનહાનિને “અત્યંત દુઃખદાયક” ગણાવી હતી.

રાજ્યના મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુએ લોકોને અપીલ કરી છે કે તેઓ ઘરની અંદર જ રહે અને નાળા કે નદીઓ પાસે જવાનું ટાળે. તેમણે લોકોને ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોમાંથી દૂર જવા માટે પણ અનુરોધ કર્યો હતો. પ્રવાસીઓને આ સંકટ દરમિયાન રાજ્યની મુલાકાત ન લેવા વિનંતી કરી હતી. શિમલાના ડેપ્યુટી કમિશનર આદિત્ય નેગીએ જણાવ્યું કે, શિમલા શહેરમાં બે ભૂસ્ખલનમાં 15 થી 20 લોકો દટાયા હોવાની આશંકા છે. બીજી સાઇટ ફાગલી વિસ્તારમાં છે, જ્યાં ઘણા ઘરો કાદવમાં દટાયા હતા.

LEAVE A REPLY