(istockphoto)

અમેરિકામાં પ્રથમ વખત એક શીખ મરીન માથાના  કે દાઢીના વાળ કપાવ્યા વિના અથવા શીખ ધર્મમાં પવિત્ર ગણાતા “શ્રદ્ધાના પ્રતિકો” છોડ્યા વિના એલિટ યુએસ મરીન કોર્પ્સ રિક્રુટ ટ્રેનિંગમાંથી ગ્રેજ્યુએટ થયા છે.

પ્રાઇવેટ ફર્સ્ટ ક્લાસનો રેન્ક ધરાવતા 21 વર્ષના જસકીરત સિંહે શુક્રવારે સાન ડિઆગોમાં મરીન કોર્પ્સ રિક્રુટ ડેપોમાં તાલીમ પૂર્ણ કરીને ઈતિહાસ રચ્યો હતો. એક ફેડરલ ન્યાયાધીશે એપ્રિલમાં લશ્કરી સેવાને ઉમેદવારોની ધાર્મિક પ્રથાઓને સામેલ કરવાનો આદેશ આપ્યા પછી જસકીરત માટે પોતાની ધાર્મિક પરંપરાનું પાલન કરીને ગ્રેજ્યુએટ થવાનું શક્ય બન્યું હતું. ત્રણ શીખ, યહુદી અને મુસ્લિમો ઉમેદવારે મરિન્સ સામે આ અંગે કોર્ટમાં કેસ કર્યો હતો. શીખ કોઅલિયેશનના એટર્ની ગિસેલ ક્લેપરે જણાવ્યું હતું કે આર્મી અને એર ફોર્સ શીખ ઉમેદવારોનો સમાવેશ કરે છે, જ્યારે નેવી વધુ મર્યાદિત પ્રવેશ આપે છે. મરીન સૌથી વધુ પ્રતિબંધો ધરાવે છે.

LEAVE A REPLY

five × 4 =