(ANI Photo)

ફિલ્મ દિગ્દર્શક આશુતોષ ગોવારીકરે ઘણી હિટ ફિલ્મો બનાવી છે. ઐતિહાસક અને દેશભક્તિની ફિલ્મો બનાવવા બદલ તેમને ઘણા નેશનલ એવોર્ડ પણ મળ્યા છે. જોકે, ઘણા ઓછા લોકોને ખબર હશે કે તેઓ સારા લેખક અને અભિનેતા પણ છે. તેઓ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પદાર્પણ કરવા જઈ રહ્યા છે.

તેઓ વેબ સીરિઝ ‘કાલા પાની’થી ફરીથી અભિનયના ક્ષેત્રે ઝંપલાવી રહ્યા છે. નેટફ્લિક્સે પોશમ પા પિક્ચર્સ અને સમીર સક્સેનાની સાથે ભાગીદારીમાં નવી સીરિઝ ‘કાલા પાની’ની જાહેરાત કરી છે. આ સર્વાઈવલ ડ્રામા તેમની 2022ની ફિલ્મ જાદુગર પછીની પોશમ પા પિક્ચરની સાથે નેટફ્લિક્સનો બીજો પ્રોજેક્ટ છે. કાલા પાનીનું દિગ્દર્શન સમીર સક્સેના અને અમિત ગોલાણીએ કર્યું છે અને કથાનકના લેખક બિસ્વપતિ સરકાર, નિમિષા મિશ્રા, સંદીપ સાકેત અને અમિત ગોલાણી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments