ભારત નેપાળ, કેમરૂન, મલેશિયા, ફિલિપાઇન્સ, સેશેલ્સ, આઇવરી કોસ્ટ અને રિપબ્લિક ઓફ ગિનીમાં નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસને મંજૂરી આપશે, એમ બુધવારે એક સરકારી નોટિફિકેશનમાં જણાવાયું હતું.
સરકારે જણાવ્યું હતું કે તેને નેપાળ, કેમરૂન અને મલેશિયા સહિત સાત દેશોમાં 10,34,800 ટન નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસને મંજૂરી આપી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) મારફત નિકાસની પરવાનગી આપવામાં આવી છે.
સ્થાનિક પુરવઠો વધારવા માટે નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર 20 જુલાઈના રોજ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં, સરકાર દ્વારા અમુક દેશોને તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરવા માટે સરકારે તેની પરવાનગીને આધારે આ નિકાસને મંજૂરી આપી છે. નેપાળ માટે સૂચિત જથ્થો 95,000 ટન, કેમરૂન (1,90,000 ટન), કોટ ડી‘ આઇવોર (1,42,000 ટન), ગિની (1,42,000 ટન), મલેશિયા (1,70,000 ટન), ફિલિપાઇન્સ (2,09,5 ટન) છે. ), અને સેશેલ્સ (800 ટન) નિર્ધારિત કરાયો છે.
ભારતે જુલાઈમાં બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને બાદમાં પરબોઈલ્ડ ચોખાની નિકાસ પર 20% ડ્યુટી લાદી હતી. હવે સરકારે કેટલાંક દેશોમાં બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પરના નિયંત્રણો હટાવવાનો નિર્ણય કર્યો છે.
બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પરના પ્રતિબંધને કારણે વૈશ્વિક ચોખાના ભાવમાં તીવ્ર વધારો થયો હતો તેનાથી અનેક વૈશ્વિક સંસ્થાઓ અને દેશોએ સંભવિત ખાદ્ય કટોકટીનેનું કારણ આપીને પ્રતિબંધો હટાવવા વિનંતી કરી હતી.