(ANI Photo)

જ્ઞાતિ સરવે કર્યા પછી બિહાર વિધાનસભાએ ગુરુવારે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં જ્ઞાતિ અનામત  50 ટકાથી વધારી 65 ટકા કરવાના બિલને સર્વસંમતિથી બહાલી આપી હતી. તેનાથી કુલ અનામત વધીને 75 ટકા થઈ છે.આ અનામત સુપ્રીમ કોર્ટે નિર્ધારિત કરેલી 50 ટકાની મર્યાદા કરતાં વધુ છે, તેથી તેને કોર્ટમાં પડકારવામાં આવી તેવી પૂરી શક્યતા છે.

વિધાનસભામાં રજૂ કરેયાલા  બિલ મુજબ ST માટે અનામત એક ટકાથી વધારીને બે ટકા, જ્યારે SC માટે 16 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવશે. EBC માટે ક્વોટા 18 ટકાથી વધીને 25 ટકા થશે, જ્યારે OBC માટે તે 12 ટકાથી વધીને 15 ટકા થશે.

ગૃહને સંબોધતા મુખ્યપ્રધાન નીતિશ કુમારે જણાવ્યું હતું કે હવે અનામત 75 ટકા રહેશે, જેમાં આર્થિક રીતે નબળા વર્ગો માટેની 10 ટકા અનામતનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે થોડા વર્ષો આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતનો અમલ કર્યો હતો અને અમે પણ રાજ્યમાં લાગુ કરી હતી.

વિધાનસભામાં સર્વસંમતિથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અત્યંત પછાત વર્ગો (EBCs) અને અન્ય પછાત વર્ગો (OBC) માટેનો ક્વોટા હાલના 50 ટકાથી વધારીને 65 ટકા કર્યો છે. નીતીશ કુમાર સરકારે હાથ ધરેલા જાતિ સર્વેક્ષણની પૃષ્ઠભૂમિમાં તૈયાર કરાયેલ આ બિલો બિલો ધ્વની મતથી સર્વસંમતિથી પસાર થયાં હતાં.

નીતિશ કુમારે કહ્યું હતું કે જાતિ સરવેને આધારે અનામતમાં વધારો કરાયો છે. આ ગૃહમાં પ્રતિનિધિત્વ ધરાવતા તમામ નવ પક્ષો વચ્ચે સર્વસંમતિ સાધ્યા જાતિ સરવે કરાયો હતો. સરવેથી વ્યાપકે ડેટા મળ્યો હતો. અમે તેનો ઉપયોગ સમાજના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોના ઉત્થાન માટે વધુ પગલાં લેવા માટે કરીશું. જો કેન્દ્ર પણ જાતિની વસ્તી ગણતરી અને અનામતમાં વધારો માટે સંમત થાય તો મને આનંદ થશે. જેડીયુ નેતાએ બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની પણ માગણી કરી હતી.

 

LEAVE A REPLY