badrinath temple in uttrakhand, india

ચારધામ યાત્રા શરૂ થઈ ત્યારથી કેદારનાથ મંદિરમાં અત્યાર સુધી ભેટ, ચઢાવો, દાન-દક્ષિણા પેટે રૂ.18 કરોડ અને બદરીનાથ મંદિરમાં રૂ.16 કરોડની આવક થઈ છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)એ આ માહિતી આપી હતી.

સમિતિના અઘ્યક્ષ અજેન્દ્ર અજયે જણાવ્યું હતું કે, આ રકમમાં પ્રોટોકોલ ધરાવતા વીવીઆઇપી અને વીઆઇપી શ્રધ્ધાળુઓ પાસેથી દર્શન પેટે લેવામાં આવેલા રૂ. 300નો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી આવા 15,000 વીઆઇપી ભક્તો પાસેથી રૂ. 45 લાખની આવક થઈ છે. કેદારનાથ ધામમાં દાન, ચઢાવો, વીઆઇપી ચાર્જનો દૈનિક રેકોર્ડ રાખવામાં આવે છે. સોમવારે બાબા કેદારનાથની પૂજા અર્ચના બાદ ગ્લાસ હાઉસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને દાનની ગણતરી કરવામાં આવી હતી.

મંદિરમાં આવતા ભંડોળમાં પારદર્શિતા લાવવા માટે સમિતીએ રોકડ, સોના ચાંદીનાં આભૂષણોની ગણતરી કરવા માટે ગ્લાસ હાઉસ બનાવ્યું છે. આને કારણે ગણતરીની પ્રક્રિયા પારદર્શક રીતે થશે. એક દાતાએ આપેલા ભંડોળમાંથી મંદિર પાસે ગ્લાસ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે ગ્લાસ હાઉસનું મટિરિયલ લાવવામાં મુશ્કેલી પડવાથી ગ્લાસ હાઉસનાં નિર્માણમાં વિલંબ થયો હતો.

LEAVE A REPLY

five − three =