(PTI Photo/R SenthilKumar)

ભારતીય યુવા હોકી ટીમનો પુરૂષોની જૂનિયર હોકી વર્લ્ડ કપ સ્પર્ધાની સેમિફાઈનલમાં જર્મની સામે 1-5થી પરાજય થયો હતો. સાત વખતની વિજેતા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મનીએ ભારતીય ટીમનું હોકી વર્લ્ડ કપ ટાઈટલ જીતવાનું સપનું ફરીથી તોડી નાખ્યું હતું.

અગાઉ 2016માં લખનૌ ખાતે ભારતીય જૂનિયર હોકી ટીમ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી. ચેન્નાઈમાં રવિવારે રમાયેલી સેમિફાઈનલ મેચ રસાકરીભરી રહેવાની ધારણા હતી, તેના બદલે તે તદ્દન એકતરફી રહી હતી, જેમાં ડીફેન્ડિંગ ચેમ્પિયન જર્મની છવાયેલી રહી હતી.

ભારત સામે 5-1થી વિજેતા રહેલી જર્મન ટીમ સામે ભારતના અનમોલ એક્કાએ 51મી મિનિટે એકમાત્ર ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા કર્યો હતો.

ભારત હવે ત્રીજા ક્રમ અને બ્રોન્ઝ મેડલ માટે આર્જેન્ટિના સામે બુધવારે ટકરાશે. પ્રથમ સેમિફાઈનલમાં સ્પેને આર્જેન્ટિનાને 2-1થી હરાવી ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું.

LEAVE A REPLY