AAHOA બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા સર્વસંમતિથી કેન ગ્રીનની નવા પ્રેસિડેન્ટ અને સીઇઓ પદે વરણી કરવામાં આવી છે. કેન ગ્રીન જૂનથી અત્યાર સુધી વચગાળાના પ્રેસિડેન્ટ અને સીઇઓ તરીકે તે ફરજ બજાવી રહ્યા હતા.
કેન ગ્રીને જણાવ્યું હતું કે, “AAHOA વર્ષોથી મારા જીવનનો એક ભાગ રહ્યું છે, તેથી જ્યારે વચગાળાના પ્રેસિડેન્ટ અને સીઇઓ બનવાની તક મળી, ત્યારે મેં તેને સરળતાથી સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. હું અમારા અધિકારીઓ, બોર્ડ, સભ્યો અને ઉદ્યોગ ભાગીદારો સાથે સંબંધો સ્થાપવાનું જાળવી રાખવા માટે ઇચ્છુ છું.’
તેમના વચગાળાના સમય દરમિયાન, ગ્રીને ડલાસ, ટેક્સાસમાં 2021 AAHOA કન્વેન્શન એન્ડ ટ્રેડ શોમાં વ્યક્તિગત રીતે કાર્યક્રમોનું ધ્યાન રાખ્યું હતું. તે ક્ન્વેન્શનમાં છ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, મહામારીની શરૂઆત પછી શહેરમાં આવું પ્રથમ આયોજન હતું.
AAHOAના ચેરમેન વિનય પટેલે જણાવ્યું હતું કે, ‘હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં ભૂતપૂર્વ બ્રાન્ડ એક્ઝિક્યુટિવ તરીકે, કેન પાસે AAHOAના સભ્યો સાથે કામ કરવાનો નોંધપાત્ર અનુભવ છે અને હોટેલિયર્સને શું જોઈએ છે તેની સારી સમજણ છે.’
AAHOAમાં જોડાતા અગાઉ, કેન ઘણી પ્રતિષ્ઠિત હોટેલ બ્રાન્ડ્સના વૈશ્વિક અગ્રણી તરીકે સેવા ચૂક્યા છે. જેમાં પ્રેસિડેન્ટ, અમેરિકાઝ ફોર રેડિસન હોટેલ ગ્રૂપ, ડેલ્ટા હોટેલ્સ અને રિસોર્ટ્સના પ્રેસિડેન્ટ અને સીઇઓ, અને સેન્ડન્ટ કોર્પોરેશન, વિન્ધામ વર્લ્ડવાઇડમાં વિવિધ મહત્વની જવાબદારીઓ સંભાળી છે. કેને તાજેતરમાં ગ્રીનહાઉસ કન્સલ્ટિંગની સ્થાપના પણ કરી હતી, જે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી માટે એક્વિઝિશન, મેનેજમેન્ટ અને સલાહકાર તરીકે સેવાઓ આપવાનું મુખ્ય કામ કરે છે.