નવી દિલ્હીમાં 26 જાન્યુઆરી 2020ના રોજ પ્રજાસત્તાક દિનની પરેડમાં આકાશ સર્ફેસ ટુ એર મિસાઇલ રજૂ કરવામાં આવી હતી. (Photo by PRAKASH SINGH/AFP via Getty Images)

આત્મનિર્ભર યોજના હેઠળ ભારતે આકાશ મિસાઇલની નિકાસને બુધવારે મંજૂરી આપી હતી. આકાશ મિસાઇલ ભારતની આગવી ઓળખ છે. તેના 99.6 ટકા પાર્ટસ સંપૂર્ણપણે સ્વદેશી છે. આ મિસાઇલ હવામાંથી હવામાં એટલે કે આકાશમાંથી આકાશમાં દુશ્મન પર પ્રહાર કરી શકે છે. આ મિસાઇલ 2014માં ભારતીય હવાઇદળે બનાવ્યુ હતું અને પછીના વરસે 2015માં ભારતીય લશ્કરમાં સામેલ કરાયું હતું.

બુધવારે મળેલી કેન્દ્રીયપ્રધાન મંડળની બેઠકમાં આ મિસાઇલની નિકાસની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. હકીકતમાં શસ્ત્રોના આંતરરાષ્ટ્રી પ્રદર્શનમાં ભારતે આ મિસાઇલ રજૂ કરેલી. ત્યારે ઘણા દેશોએ આ મિસાઇલ ખરીદવામાં રસ દેખાડ્યો હતો આકાશ ઉપરાંત કાંઠા વિસ્તારમાં સતત બાજનજર રાખતી આપણી સુવિધા, રડાર સિસ્ટમ અને એર પ્લેટફોર્મ ખરીદવામાં પણ કેટલાક દેશોએ રસ દેખાડ્યો હતો.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક અહેવાલ મુંજબ ભારત શસ્ત્રોની આયાતમાં વિશ્વમાં બીજા ક્રમે આવે છે. પરંતુ નિકાસમાં ભારત અત્યાર સુધી ઘણું પાછળ હતું. 2024 સુધીમાં રૂપિયા 35,000 કરોડની નિકાસ કરવાનો લક્ષ્યાંક હાલની કેન્દ્ર સરકારે રાખ્યો હતો. સરકારી આંકડા મુજબ 2016-17માં ભારતે 1521 કરોડની નિકાસ કરી હતી. 2018-19માં એ વધીને 10745 કરોડની થઇ હતી. એટલે કે નિકાસમાં 700 ટકાનો જંગી વધારો નોંધાયો હતો.