નવી દિલ્હીના શ્રીનિવાસપૂરી વિસ્તારમાં રાજધાનનું પ્રથમ કોવિડ-19 વેક્સિનેશન સેન્ટર. (PTI Photo/Ravi Choudhary)

ભારત સરકારે 2 જાન્યુઆરીથી દેશના દરેક રાજ્યમાં કોરોના વેક્સિનનો ડ્રાય રન કરવાનો ગુરુવારે નિર્ણય કર્યો હતો. અત્યાર સુધી દેશના 4 રાજ્યોમાં જ આવો ડ્રાય રન કરવામાં આવ્યો હતો. જેમાં પંજાબ, અસમ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યુ હતું. ચાર રાજ્યમાં ડ્રાય રનને લઈને સારૂ રિઝલ્ટ સામે આવ્યું હતું.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડ્રાય રનમાં રાજ્યોએ પોતાના બે શહેરો નક્કી કરવાના રહેશે. આ બંને શહેરોમાં વેક્સિનને પહોંચાડવી, હોસ્પિટલ સુધી લઈ જવી, લોકોને બોલાવવા, ફરી ડોઝ આપવાની સમગ્ર પ્રક્રિયાની પ્રક્રિયા પ્રાયોગિક ધોરણે થશે. સરકારે કોરોના વેક્સિનને માટે કોવિન મોબાઈલ એપ બનાવી છે, તેમાં પણ ટ્રાયલ કરવામાં આવશે. ડ્રાય રન દરમિયાન જે લોકોને વેક્સિન આપવાની હોય તેવા લોકોને SMS મોકલવામાં આવશે.