(ANI Photo)

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને આશરે ત્રણ સપ્તાહની જેલ બાદ બોમ્બે હાઇકોર્ટે ગુરુવારે જામીન આપ્યા હતા. જોકે આર્યનને વધુ એક રાત્રિ જેલમાં કાઢવી પડશે, કારણ કે બોમ્બે હાઇ કાર્ટ આવતીકાલે તેનો વિધિતત આદેશ આપે તે પછી જ તેની ટીમ જેલમાંથી મુક્ત કરવાની અરજી કરી શકશે.

23 વર્ષનો આર્યન ખાન 3 ઓક્ટોબરથી કસ્ટડીમાં હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ક્રૂઝ શીપમાં દરોડા પાડીને ડ્રગ્સના સેવન બદલ તેની ધરપકડ કરી હતી. આર્યન આઠ ઓક્ટોબરથી મુંબઈની જાણીતી આર્થર રોડ જેલમાં હતા. કોર્ટે આ કેસમાં અગાઉ બે વખત જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

આ કેસમાં આર્યન ખાનની જામીન અરજી પર 27 ઓક્ટોબરના રોજ સુનાવણી થઈ હતી. ત્રણેય આરોપી આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાના વકીલોએ દલીલો પૂરી કરી હતી. 28 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) તરફથી કેસ લડતા ASG (એડશિનલ સોલિસિટર જનરલ) અનિલ સિંહ પોતાની દલીલો કરી હતી. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાન, મુનમુન ધામેચા તથા અરબાઝ મર્ચન્ટના જામીન મંજૂર કર્યા હતા.NCBએ ત્રણેય આરોપીની જામીન અરજીનો વિરોધ કર્યો છે. હાઇકોર્ટમાં જવાબ દાખલ કરીને NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ કહ્યું હતું કે જામીન મળ્યા તો આર્યન ખાન પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. તે વિદેશ ભાગી શકે છે. આર્યનના વકીલે કહ્યું હતું કે તેમના ક્લાયન્ટ પાસે ડ્રગ્સ મળ્યું નથી અને તેથી જ તેની ધરપકડ ખોટી છે