ભારતીય મૂળની કેનેડિયન રાજકારણી અનિતા આનંદ મંગળવારે કેનેડાની નવી સરકારમાં નવા સંરક્ષણ પ્રધાન બન્યા છે. REUTERS/Blair Gable

ભારતીય મૂળની કેનેડિયન રાજકારણી અનિતા આનંદ મંગળવારે કેનેડાની નવી સરકારમાં નવા સંરક્ષણ પ્રધાન બન્યા છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા કેબિનેટમાં ફેરફાર કરવાના પગલે તેમને આ સ્થાન મળ્યું હતું. લિબરલ પાર્ટી સત્તા પર આવ્યાના મહિના પછી વડાપ્રધાને આ પગલું ભર્યુ હતું. ભારતીય મૂળના 32 વર્ષીય કમલ ખૈરાએ પણ સિનિયર્સના માટેના પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેનાથી ટ્રુડો સરકારમાં ઇન્ડો કેનેડિયન પ્રધાનની સંખ્યા ત્રણ થઈ હતી.

54 વર્ષની અનિતા આનંદ લાંબા સમયશી સંરક્ષણ પ્રધાન રહેલા ભારતીય મૂળના હરજીત સજ્જનનું સ્થાન સંભાળશે. મિલિટરી જાતીય દુર્વ્યવહાર પ્રકારણની અયોગ્ય રીતે સંચાલન કરવા બદલ હરજીત સજ્જનની આકરી ટીકા થઈ હતી.
સજ્જનની ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સીના પ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી છે, એમ નેશનલ ન્યુઝ પેપરે જણાવ્યું હતું. નવા કેબિનેટમાં કુલ ૩૮ સભ્યો છે. સ્થાનિક અખબારના જણાવ્યા મુજબ સંરક્ષણ ઉદ્યોગના નિષ્ણાતોના માનવા મુજબ અનિતા આનંદ આ હોદ્દા માટે પ્રબળ દાવેદાર હતા. અનિતા આનંદને આ હોદ્દો સોંપીને સરકારે લશ્કરી જાતીય દુર્વ્યવહારના બચેલાઓ અને પીડિતોને પણ સંકેત આપ્યા છે કે તેઓ મોટાપાયા પરના લશ્કરી સુધારાને લઈને ગંભીર છે.

અનિતા આનંદ કોર્પોરેટ લોયરનું બેકગ્રાઉન્ડ ધરાવે છે અને કોર્પોરેટ ગવર્નન્સ માટે તેમણે વ્યાપક રીતે કામ કર્યુ છે. તેમા પણ ખાસ કરીને ધંધાકીય કામકાજને લગતા કાયદાઓ અને નિયમોમાં તેમની નિપુણતા છે. આનંદ ૪૬ ટકા મત ખાતે ઓકવિલે ખાતે વિજેતા જાહેર થયા હતા. તેઓ સૌપ્રથમ વખત ૨૦૧૯માં ઓન્ટારિયો પ્રાંતના ઓકવિલેમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે કેનેડાના વેક્સિન મિનિસ્ટર તરીકે કામ કર્યુ હતું.