લેસ્ટરની ફાર્મસીમાં નોકરી કરતા અને લેસ્ટરમાં વુડબોય સ્ટ્રીટમાં રહેતા 30 વર્ષીય ફાર્મસી સહાયક અબ્દુલ નારગોલિયાને £330,000ની ડાયાબિટીસ કીટની ચોરી કરવા બદલ લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા શુક્રવારે ત્રણ વર્ષ અને સાત મહિનાની જેલ કરવામાં આવી છે.

પોતાના આર્થિક લાભ માટે પોતાના પદનો દુરુપયોગ કરનાર અબ્દુલ નારગોલિયાની ચોરી ત્યારે બહાર આવી હતી જ્યારે 2018માં બિઝનેસ દ્વારા મંગાવવામાં આવેલી 22,000 કિટ્સમાંથી માત્ર 370 જ વેચવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

લેસ્ટરશાયર પોલીસે જણાવ્યું હતું કે નારગોલિયાને શંકાસ્પદ તરીકે પકડ્યા બાદ આ કીટના ઓર્ડર તેની શિફ્ટમાં કરાયા હતા અને તેના ફોન રેકોર્ડ પરથી સ્ટોકિસ્ટને સેંકડો કોલ કરાયા હોવાનું બહાર આવ્યું હતું.

LEAVE A REPLY

fifteen − eleven =