Relief from heatwave forecast for India for five days
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

લાંબી મુદતથી ગરમ હવામાનની રાહ જોઇ રહેલી બ્રિટિશ જનતા જૂન મહિનામાં આખરે ગરમ હવામાનનો આનંદ માણવા માટે નસીબદાર બનશે તથા જૂનમાં તાપમાન સરેરાશથી ઉપર પહોંચશે એવી આગાહી કરવામાં આવી છે.

મેટ ઓફિસના જણાવ્યા મુજબ યુકેની ઉત્તરે સર્જાયેલ જેટ સ્ટ્રીમના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર યુકેમાં સારું હવામાન સર્જાઇ રહ્યું છે. જે આગામી બેંક હોલીડે વીકએન્ડ અને આગામી સપ્તાહમાં ચાલુ રહેશે. 30 મે’થી 8 જૂન સુધી દેશનો મોટા ભાગનો વિસ્તાર મુખ્યત્વે સૂકો અને તડકાવાળો રહેશે અને આ સમયગાળામાં દેશના ઘણા ભાગોમાં તાપમાન સરેરાશ કરતા વધારે રહેશે.

9 થી 23 જૂન સુધી તાપમાન સરેરાશ કરતાં વધુ રહેવાની શક્યતા છે, જોકે પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિતિ સામાન્યની નજીક હોઈ શકે છે. આવતું અઠવાડિયે દેશના મોટા ભાગની શાળાઓમાં હાફ ટર્મ હોલીડે રહેશે ત્યારે આ ખુશનુમા વાતાવરણ બાળકો અને પરિવારો માટે સારો સમય લાવશે. ઘણાં બધા પરિવારો સારા હવામાનનો લાભ લઇ દરિયાકિનારે, ગ્રામ્ય વિસ્તારોમાં કે દરિયાકિનારે કે હોલીડે માણવા જશે.

LEAVE A REPLY

fourteen − eight =