ભારતની ક્રિકેટ ટીમ આ મહિને તથા આવતા જુન મહિનામાં ઈંગ્લેન્ડના પ્રવાસે આવવાની છે. પહેલા ભારત-એ ટીમ આ મહિનાના અંતમાં ઈંગ્લેન્ડ આવશે, તે બે ફર્સ્ટ કલાસ મેચ ઈંગ્લેન્ડ લાયન્સ સામે રમશે. પહેલી મેચ કેન્ટરબરીમાં 30 મેથી 2 જુન દરમિયાન તથા બીજી મેચ નોર્ધમ્પ્ટનમાં 6 થી 9 જુન દરમિયાન રમાશે.
ભારતીય ટીમમાં અભિમન્યુ ઈશ્વરન સુકાનીપદે રહેશે, તો વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલ વાઈસ કેપ્ટન અને વિકેટકીપર તથા બીજા વિકેટકીપર તરીકે ઈશાન કિશનનો સમાવેશ કરાયો છે. ટીમના બાકીના સભ્યોમાં યશસ્વી જયસ્વાલ, કરૂણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, શાર્દુલ ઠાકુર, માનવ સુથાર, તનુષ કોટિયન, મુકેશ કુમાર, આકાશ દીપ, હર્ષિત રાણા, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, ઋતુરાજ ગાયકવાડ, સરફરાઝ ખાન, તુષાર દેશપાંડે અને હર્ષ દુબેનો સમાવેશ થાય છે. આ ટીમના કેટલાક ખેલાડીઓને પછીથી ભારતના ઈંગ્લેન્ટ પ્રવાસમાં પણ તક મળવાનું નિશ્ચિત છે.

LEAVE A REPLY