પ્રસ્તુત તસવીરમાં યોગેશ હુલીગૌડા, અરવિંદ મહેશ્વરી, ઐશ્વર્યા આપ્ટે, હિમાંશુ વોરા, શરદ કુમાર ઝા, શ્વેતા મેકલા આનંદ, ડેવિડ ક્રિશ્હેઇમર નજરે પડે છે.

હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS)ની શાખાઓમાં દર વર્ષે યોજાતા યુકે પાર્લામેન્ટ વીક (UKPW)માંથી પ્રેરણા લઇને HSSની એમરશમ માયા શાખામાં ભાગ લેતી ઐશ્વર્યા આપ્ટેએ તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ટાઉન કાઉન્સિલર ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી.

ઐશ્વર્યા આપ્ટેએ જણાવ્યું હતું કે ‘’UKPWના મારા સમગ્ર અનુભવ દરમિયાન મેં મારા શહેર અને સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાનું મહત્વ શીખી હતી. આપણે મતદારો, ઉમેદવારો અને જાણકાર નાગરિકો તરીકે આગળ વધવાની જરૂર છે. જેથી આપણો અવાજ સાંભળવામાં આવે. મારી ઉમેદવારી સ્થાનિક લોકોની ચિંતાઓને સમજવા અને શીખવા માટે હતી. યુકે પાર્લામેન્ટ વીકે મને રાજકારણ સાથે જોડાવાની, તેને સમજવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. UKPW લોકોને લોકશાહી સાથે જોડાવા, સંસદ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા માટે પ્રોત્સાહિત કરે છે. UKPWના કાર્યક્રમો થકી મને સર્વાંગી દૃષ્ટિકોણ મેળવવામાં મદદ મળી છે અને સ્થાનિક ચૂંટણીઓમાં ભાગ લેવા પ્રેરિત કરી હતી.’’

તેમણે કહ્યું હતું કે ‘’હિન્દુ સ્વયંસેવક સંઘ યુકેમાં સ્વાભાવિક રીતે સેવાના સિદ્ધાંતો ધરાવીએ છીએ અને સ્થાનિક ચૂંટણીઓ માટે ઉભા રહેવું એ વ્યાપક સમુદાયમાં તે સિધ્ધાંતોનો વિસ્તાર હતો. યુવાનોએ આ અંગે જાગૃત થવું જોઈએ.’’

LEAVE A REPLY