Adani issue only company problem, will not affect money flow in India: Nirmala
ભારતના નાણાપ્રધાન નિર્મલા સિતારામન. (PTI Photo/Manvender Vashist)

ભારત સરકાર 5 લાખ પ્રવાસીઓને ફ્રી ટુરિસ્ટ વિઝા ઇશ્યૂ કરશે. કોરોનાથી અસરગ્રસ્ત બનેલા ટુરિઝમ ક્ષેત્ર માટેના રાહતના પગલાંની જાહેરાત કરતા ભારતના નાણાપ્રધાન નિર્મલા સિતારામને સોમવારે આ જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે વિઝા ઇશ્યૂની કામગીરી ફરી ચાલુ થયા બાદ પાંચ લાખ ટુરિસ્ટને કોઇપણ ચાર્જ વગર વિઝા જારી કરાશે. તેનાથી સરકારને આશરે રૂ.100 કરોડનો નાણાકીય બોજ પડશે. આ સ્કીમ 31 માર્ચ 2022 સુધી અથવા પાંચ લાખ ફ્રી વિઝા થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ફ્રી ટુરિસ્ટ વિઝાનો લાભ એક પ્રવાસી એક જ વખત લઇ શકશે.

સરકારના આ પગલાંથી ટુરિસ્ટને ભારતની મુલાકાત માટે પ્રોત્સાહન મળશે. તેમણે જણાવ્યું હતું કે 11,000 રજિસ્ટ્રર્ડ ટુરિસ્ટ ગાઇડ, ટ્રાવેલ એન્ડ ટુરિઝમના લોકોને નાણાકીય સપોર્ટ આપવામાં આવશે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર 2019માં 10.93 મિલિયન વિદેશી ટુરિસ્ટે ભારતની મુલાકાત લીધી હતી અને 30.098 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. વિદેશી પ્રવાસીઓ ભારતમાં સરેરાશ 21 દિવસ રહ્યાં હતા અને સરેરાશ દૈનિક ખર્ચ 34 ડોલર રહ્યો હતો.