Getty Images)

અમેરિકામાં કોરોનાને કારણે કેર હોમ્સમાં 26 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા. ટોચની સ્વાસ્થ્ય એજન્સીઓ સીડીસી અને સીએમએસના રિપોર્ટમાં આ દાવો કરાયો હતો. તેમાં કહેવાયું કે મૃત્યુનો આંકડો વધુ હોઈ શકે છે કેમ કે રિપોર્ટ અમેરિકાના 80 ટકા કેર હોમ્સનો જ છે. તેનો અર્થ અ પણ છે કે અમેરિકામાં કોરોનાથી થયેલાં મૃત્યુમાં એક તૃતીયાંશ મૃત્યુ કેર હોમ્સમાં થયાં છે.

આ રિપોર્ટ અમેરિકાના તમામ ગવર્નર માટે તૈયાર કરાયો હતો જેથી તે આગળ સાવચેત રહે. કેર હોમ્સમાં 60 હજાર કેસ આવ્યા છે. દેશમાં 15,400 કેર હોમ્સ છે. રિપોર્ટમાં આપેલા આંકડા 24 મે સુધીના છે. સીડીસીના નિર્દેશક રોબર્ટ રેડફિલ્ડ અને સીએમએમ પ્રશાસક સીમા વર્માએ કહ્યું કે આંકડા અને દેશભરમાંથી મળેલા રિપોર્ટ સ્પષ્ટ રૂપે દર્શાવે છે કે વાઈરસના કારણે કેર હોમ્સની હાલત દયનીય છે. અમેરિકામાં અત્યાર સુધી 18,59,597 કેસ નોંધાયા છે. જોકે 1,06,927 લોકો મૃત્યુ પામ્યા છે.