Getty Images)

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 64 લાખ 85 હજાર 563 કેસ નોંધાયા છે. જેમા 3.82 લાખ લોકોના મોત થયા છે. 30.11 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 20 હજાર નવા કેસ નોંધાયા છે. અહીં ચેતવણી અપાઈ છે કે જોર્જ ફ્લોયડની હત્યા બાદ થઈ રહેલા પ્રદર્શનથી સંક્રમણ વધી શકે છે. પાકિસ્તાનમાં સિંધના મંત્રીનું કોરોનાથી મોત થયું છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 18.81 લાખથી વધારે કેસ નોંધાયા છે. 1 લાખ 8 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 6.46 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ન્યૂયોર્કમાં સંક્રમણના 4 લાખથી વધારે કેસ નોંધાયા છે અને 29 હજાર લોકોના મોત થયા છે. ન્યૂજર્સીમાં કોરોના સંક્રમણના એક લાખથી વધારે કેસ નોંધાયા છે અને 11 હજારથી વધારે લોકોના મોત થયા છે. પાકિસ્તતાનના સિંધના મંત્રી હાજી ગુલામ મુર્તઝા બલોચનું મંગળવારે સંક્રમણથી મોત થયું છે.

આ જાણકારી રાજ્ય સરકારના પ્રવક્તાએ આપી હતી. પાકિસ્તાનમાં લોકડાઉન હટાવ્યા પછી સ્થિતિ બગડી રહી છે. અહીં અત્યાર સુધીમાં 76 હજાર 398 કેસ નોંધાયા છે અને 1,621 લોકોના મોત થયા છે. સિંગાપોર વિશ્વમાં મોટું બિઝનેસ હબ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો રહે છે. તેઓ સૌથી વધારે સંક્રમણનો ભોગ બન્યા છે. સરકાર તેઓ માટે નવી અને સારી ડોરમેટ્રી બનાવશે.

તેમાં સ્વાસ્થ્યની સુવિધા સાથે સ્વચ્છતા પણ સારી હશે. ચીલીમાં સંક્રમણના કેસ વધી રહ્યા છે. અહીં 24 કલાકમાં 3527 નવા કેસ નોંધાયા છે અને 75 લોકોના મોત થયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસ 1 લાખ 8 હજાર 686 થયા છે અને 1188 લોકોના મોત થયા છે. ઈઝરાયલમાં છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે.

આ પહેલા એક મહિના પહેલા એક મેના રોજ 155 નવા કેસ નોંધાયા હતા. અહીં અત્યાર સુધીમાં 17 હજાર 285 કેસ નોંધાયા છે અને 287 લોકોના મોત થયા છે. અહીં હાલ 2055 એક્ટિવ કેસ છે. બ્રાઝીલમાં 5.58 લાખથી વધારે કેસ નોંધાયા છે અને 31 હજાર 309 લોકોએ જીવ ગુમાવ્યા છે.