અમેરિકામાં ત્રીજા વિશ્વના દેશોમાંથી ગેરકાયદે પ્રવેશતા લોકોને અટકાવવા માટે સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવી વિઝા પ્રતિબંધ નીતિની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત ચાર્ટર ફ્લાઇટ્સ અને ગ્રાઉન્ડ અને મેરીટાઇમ ટ્રાન્સપોર્ટેશન કંપનીઓને લક્ષ્યાંક બનાવવાની સાથે ‘ડંકી’ ફ્લાઇટ્સના સંચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ગત વર્ષે નવેમ્બરમાં નિકારાગુઆમાં ગેરકાયદે માઇગ્રન્ટ્સની ચાર્ટર્ર ફ્લાઇટનો મુદ્દો મોટી સમસ્યા બની ગયો હતો ત્યારે આ નવી નીતિ જાહેર થઇ હતી જેમાં ચાર્ટર ફ્લાઇટ્સ માટે નિકારાગુઆ 3સીની નીતિનો વ્યાપ વધારવામાં આવ્યો હતો અને તેને બદલવામાં આવી હતી.
આ નવી નીતિ ટ્રાન્સપોર્ટેશનની કામગીરીને ધ્યાનમાં લેવામાં આવે છે, જે નિર્બળ માઇગ્રન્ટ્સને શિકાર બનાવે છે અને વિશ્વભરમાં અનિયમિત માઇગ્રેશનની સુવિધા આપે છે. સ્ટેટ ડીપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, “અમે આ શોષણકારી કામગીરીને દૂર કરવા માટે વિવિધ સરકારો અને ખાનગી ક્ષેત્ર સાથે કાર્યરત રહીશું.”

LEAVE A REPLY

one × one =