REUTERS/Amit Dave/File Photo

અબજોપતિ ગૌતમ અદાણીના પરિવારે અંબુજા સિમેન્ટમાં વધુ રૂ.6,661 કરોડનું રોકાણ કર્યું છે. આનાથી આ સિેમેન્ટ કંપનીમાં અદાણીનો હિસ્સો 3.6 ટકા વધીને 66.7 ટકા થયો છે. અગાઉ અદાણી પરિવારે ઑક્ટોબર 2022માં કંપનીના વોરંટ ઇશ્યુ મારફત કંપનીમાં ₹5,000 કરોડ રોક્યાં હતા.

અંબુજા સિમેન્ટ્સે જણાવ્યું હતું કે આ રોકાણ કંપનીની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે અને તેની મહત્વાકાંક્ષી વૃદ્ધિ યોજનાઓને વેગ આપશે. આ વ્યૂહાત્મક પગલું પોર્ટફોલિયો કંપનીઓ માટે મજબૂત મૂડી વ્યવસ્થાપન ફિલોસોફી માટેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. વધુમાં નવા રોકાણ રોકાણથી કંપનીને એડવાન્સ્ડ ટેકનોલોજી મારફત ઇનોવેશન અને પ્રોડક્ટ્સ સુધારામાં મદદ મળશે.

અંબુજા સિમેન્ટ્સના હોલ ટાઈમ ડાયરેક્ટર અને સીઈઓ અજય કપૂરે જણાવ્યું હતું કે આ મૂડીરોકાણથી અંબુજાને ઝડપી વૃદ્ધિ માટે ફંડ મળશે તથા બેલેન્સશીટ મજબૂત બનશે. અંબુજા 2028 સુધીમાં તેની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વધારીને 140 મિલિયન ટન કરવા માગે છે.

 

LEAVE A REPLY

three × one =