નવી દિલ્હીમાં મંગળવાર, 19 માર્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અમેરિકામાં ભારતના રાજદૂત રહી ચુકેલી તરનજિત સિંહ સંધુને પક્ષની સભ્યપદ સ્લિપ આપી હતી. (PTI Photo/Atul Yadav)

ભાજપે શનિવારે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી હતી.  શાસક પક્ષે પંજાબની અમૃતસર બેઠક પરથી ભૂતપૂર્વ રાજદ્વારી તરણજીત સંધુને મેદાનમાં ઉતાર્યા છે તથા પીઢ અભિનેતા અને વર્તમાન સાંસદ સની દેઓલને ગુરદાસપુરથી પડતા મૂક્યા છે. પાર્ટીએ પંજાબની 13 લોકસભા સીટોમાંથી છ માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. તરણજીત સંધુ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે.

રસપ્રદ બાબત એ છે કે, દિલ્હીના ઉત્તર-પશ્ચિમ બેઠકના ભાજપના વર્તમાન સાંસદ હંસ રાજ હંસને પંજાબમાં ખસેડવામાં આવ્યા છે અને હવે તેઓ ફરીદકોટ સંસદીય બેઠક માટે ચૂંટણી લડશે.

તાજેતરમાં ભાજપમાં જોડાયેલા ભર્તૃહરિ મહતાબ, રવનીત સિંહ બિટ્ટુ, સુશીલ કુમાર રિંકુ અને પ્રનીત કૌરને પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી છે. બીજેડી છોડીમાં ભાજપમાં સામેલ થયેલા અનુભવી સંસદસભ્ય મહતાબ કટકથી, બિટ્ટુ લુધિયાણાથી, કૌર પટિયાલાથી અને રિંકુ જલંધરથી ચૂંટણી લડશે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહના પૌત્ર બિટ્ટુ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહની પત્ની કૌર બંને ભાજપમાં જોડાતા પહેલા કોંગ્રેસમાં હતા, જ્યારે રિંકુ આમ આદમી પાર્ટીમાં હતા. ભાજપે અત્યાર સુધીમાં 411 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે.

LEAVE A REPLY

18 − 8 =