ભારતના અગ્રણી બિઝનેસમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં વર્તમાન વર્ષમાં છ ગણો વધારો નોંધાયો હતો. આ વર્ષમાં તેમની કમાણી રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મૂકેશ અંબાણી કરતાં પણ વધુ નોંધાઇ છે.
સોલાર એનર્જી પ્રોજેક્ટ 6 બિલિયન ડોલર્સના સોદા પછી તેમની સંપત્તિમાં છ ગણો વધારો નોંધાયો હતો. આ સોદાથી વિશ્વની ગ્રીન એનર્જી સેક્ટરની કંપનીઓમાં અદાણીનું નામ મોખરે આવવાની સંભાવના હતી.
2020ના એપ્રિલ-જૂન ત્રિમાસિક દરમિયાન અદાણી ગ્રીન એનર્જીએ 8 ગીગાવોટની સોલર એનર્જીની બીડ મેળવી લીધી હતી. આ સોદો મેળવવાની સાથે કંપની 2025 સુધીમાં 25 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જીની ક્ષમતાના પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી.
છ બિલિયન ડૉલર્સના સોદા પછી અદાણીના શેર અને અદાણીના નેટવર્થ બંનેમાં ખૂબ જ વધારો નોંધાયો હતો. છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રીનના શેરમાં જબરદસ્ત ઊછાળો નોંધાયો હતો.
1 જાન્યુઆરી 2020ના રોજ અદાણી ગ્રીનનો શેર દીઠ ભાવ રૂ. 175 હતો, જે શેરનો આજે ભાવ રૂ. 1200 છે. અદાણીની માર્કેટ કેપિટલે એક લાખ 50,000 કરોડના આંકડાને પાર કરી દીધો છે.