REUTERS/Ash Allen/File Photo

અફઘાનિસ્તાને ગયા સપ્તાહે શુક્રવારે સતત બીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને શ્રેણી જીતી લીધી હતી. શારજાહમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનનો 177 રને વિજય થયો હતો વન-ડેમાં રનથી વિજયમાં આ અફઘાનિસ્તાનનો સૌથી મોટા માર્જનથી વિજય રહ્યો હતો.

દક્ષિણ આફ્રિકા સામે પણ કોઈપણ ફોર્મેટમાં અફઘાનિસ્તાનનો આ સૌપ્રથમ શ્રેણી વિજય છે. પ્રથમ વન-ડેમાં ટીમે સાઉથ આફ્રિકાને ગયા સપ્તાહે બુધવારે છ વિકેટે હરાવ્યું હતું. જો કે, સાઉથ આફ્રિકાએ રવિવારે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં અફઘાનિસ્તાનને સાત વિકેટે હરાવી એક મેચ જીત્યાનો આત્મ સંતોષ મેળવ્યો હતો.

LEAVE A REPLY