હંગેરીના બુડાપેસ્ટમાં યોજાઈ ગયેલી ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં પહેલીવાર ભારતે મહિલા અને ઓપન બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી રેકોર્ડ તોડ્યો છે. 45માં ચેસ ઓલિમ્પિયાડમાં ડી ગુકેશ અને અર્જુન એરીગેસિએ ઓપન સેક્શનમાં ભારત માટે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો, તો એ પછી મહિલા કેટેગરીમાં પણ ભારતીય ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ઓલિમ્પિયાડ ઈતિહાસના 97 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ગુકેશે રશિયાના ચેસ ગ્રાન્ડમાસ્ટર વ્લાદિમીર ફેડોસીવને મ્હાત કર્યો હતો, તો એરિગેસિએ સ્લોવેનિયાના જાન સુબેલને હરાવ્યો હતો.ઓપન કેટેગરીમાં પુરુષ ટીમમાં ડી. ગુકેશ, અર્જુન એરિગેસિ, વિદિત ગુજરાતી, પેન્ટલા હરિકૃષ્ણ, આર. પ્રજ્ઞાનંદ, શ્રીનાથ નારાયણન સામેલ હતા. મહિલા ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને અભિજીત કુંતેનો સમાવેશ કરાયો હતો.