ફાઇલ ફોટો (Photo by MONEY SHARMA/AFP via Getty Images)

ઇઝરાયેલ અને હમાસના ભીષણ સંઘર્ષ વચ્ચે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને ઘાતક સંઘર્ષ અંગેની માહિતી આપી હતી.

મંગળવારે મોદીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમને ફોન કર્યો હતો અને તેમને ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના ઘાતક સંઘર્ષ વિશે અપડેટ આપ્યું હતું. મોદીએ નેતન્યાહુને આશ્વાસન આપ્યું હતું કે ભારત “આ મુશ્કેલ ઘડી”માં ઈઝરાયેલની સાથે છે. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત તમામ પ્રકારના આતંકવાદને સખત અને સ્પષ્ટપણે વખોડે છે.

મોદીએ એક્સ (ટ્વીટર) પર જણાવ્યું હતું કે “હું વડા પ્રધાનનો ફોન કૉલ કરવા અને વર્તમાન પરિસ્થિતિ અંગે અપડેટ આપવા બદલ આભાર માનું છું. ભારતના લોકો આ મુશ્કેલ ઘડીમાં ઇઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે.
પીએમ મોદી અને તેમના ઇઝરાયલી સમકક્ષ વચ્ચેનો ફોન-કોલ એવા સમયે આવ્યો છે જ્યારે યુએસ, યુકે, જર્મની અને ફ્રાન્સે ઇઝરાયેલ માટે તેમનું “સમર્થન” દર્શાવતું સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે અને હમાસ અને તેના આતંકવાદી કૃત્યોની સ્પષ્ટ નિંદા કરી છે.

ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂતે કહ્યું હતું કે ભારત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંનેનો મિત્ર છે અને કટોકટી ઉકેલવામાં મદદ કરવા માટે આગળ આવવું જોઈએ.

LEAVE A REPLY

nine − 4 =